Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

કોરોના સામે લડાઈમાં ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગ અને તેની પત્ની મદદે આવ્યા : બન્ને આપશે 250 લાખ ડોલર

આ ફંડનો ઉપયોગ કોવિદ-19ના સંભવિત વિસ્તારો ઉપર ખર્ચ કરશે

નવી દિલ્હી : ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગ અને તેની પત્ની પ્રિસિલા ચૈન આગળ આવ્યા છે. બંનેએ નિર્ણય કર્યો છે કે, બિલ અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે મળીને બંને પતિ પત્ની 250 લાખ અમેરિકી ડોલર દાન કરશે જેથી કરીને કોરોના વાયરસ સામે લડવા માટે લોકોને મદદ મળી શકે. માર્ક અને તેમની પત્નીની સંસ્થાનું નામ ચૈન ઝકરબર્ગ ઈનિશિએટિવ છે. જે મદદ માટે આગળ આવી છે. આ ફંડનો ઉપયોગ કોવિદ-19ના સંભવિત વિસ્તારો ઉપર ખર્ચ કરશે

ઝકરબર્ગની પત્ની પ્રિસિલા ચૈનના એક નિવેદમાં કહ્યું હતું કે, મને ગેટ્સ ફાઉન્ડેશન સાથે જોડાવાનો ગર્વ છે. જેથી કરીને કોરોના વાયરસ સામે લડી શકાય. ચૈને કહ્યું કે, તેમને ધ્યાન આના ઉપર વધારે છે કે એવા ગ્રૂપને ફંડ આપવામાં આવે જેઓ દવાઓ ઉપર કામ કરે જેનાથી કોરોના વાયરસ ઉપર અસર થાય. ઝકરબર્ગે કહ્યું હતું કે, કોઈ એક જ દવા ઉપર કામ થઈ શકે છે. જે અનેક બીમારીઓ સામે કામ કરી શકે કે કેમ

માર્ક ઝકરબર્ગ અને તેની પત્નીની સંસ્થા ચૈન ઝકરબર્ગ ઈનિશિએટિવ (CZI) બિલ ગેટ્સ ફાઉન્ડેશનની સાથે મળીને બીમારીઓ સામે લડવા માટે દાનની રકમ રજૂ કરે છે. આ સંસ્થાની સ્થાપના વર્ષ 2015માં થઈ છે

(11:03 pm IST)