Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

લોકડાઉન અમલમાં અતિરેક !! પોલીસે એમ્બ્યુલન્સ રોકતા મહિલાનું મોત !!

બીમાર મહિલાને લઇ જતી એમ્બ્યુલન્સને બોર્ડર પાર કરતા પોલીસે રોકી

બેંગ્લુરુ :શભરમાં કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે  21 દિવસનું લોકડાઉન લાગુ કર્યું છે.આવી સ્થિતિમાં કર્ણાટકના મેંગલુરુમાં પોલીસ ઉપર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, પોલીસે એક એમ્બ્યુલન્સને હોસ્પિટલ જવા માટે રોકી હતી. જેના કારણે ગંભીર રીતે બીમાર એક મહિલાનું સારવાર ન મળતા મોત નીપજ્યું હતું. લોકડાઉનના પગલે રાજ્યમાં બીજી દર્દીનું મોત થયું છે.

પોલીસની મનમાની! આ આખી ઘટનાનો વીડિયો ન્યૂઝ18 પાસે છે. આ ઘટના કાસરગૌડ સીમા પાસેની છે. 70 વર્ષની એક મહિલા એમ્બ્યુલન્સમાં સવાર થઈને હોસ્પિટલ જઈ રહી હતી. પરંતુ પોલીસે એમ્બ્યુલન્સે બોર્ડર પાર કરવા માટે રોકી હતી.
ત્યારબાદ ગંભીર હાલતમાં હોસ્પિટલ જતી મહિલાનું મોત થયું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે, પોલીસે એમ્બ્યુલન્સનો રસ્તો રોક્યો હતો. પરંતુ આ દરમિયાન એલપીજી સિલેન્ડર લઈ જઈ રહેલી ટ્રકને આગળ વધવા લીધી હતી.
આ પહેલા શુક્રવારે પોલીસ સારવાર માટે મેંગલૂર જઈ રહેલા એક વ્યક્તિને રોક્યો હતો. આ ઉપરાંત એક પ્રેગ્નેટ મહિલાને પણ હોસ્પિટલ જવા માટે રોકી હતી. બાદમાં મહિલાએ એમ્બ્યુલન્સમાં જ બાળકને જન્મ આપ્યો હતો. કેરળના અનેક લોકો બોર્ડર પાર કરીને સારવાર માટે કર્ણાટકમાં જાય છે. પરંતુ સીમા ઉપર તૈનાત પોલીસે રોકવામામં આવે છે.
આવી સ્થિતિ વચ્ચે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પીએમ નરેન્દ્ર મોદીને આ સિલસિલામાં ચીઠ્ઠી લખી હતી. તેમણે ફરિયાદ કરી હતી. કે બોર્ડને શીલ કરીને કર્ણાટકની સરકારી ઈમરજન્સી સર્વિસની આવાજાહી ઉપર રોક લગાવી દીધી છે.

(10:55 pm IST)