Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

કોરોના સામે લડવા પાકિસ્તાન પાસે પુરતા જરૂરી સાધનો નથી

તબીબો માટે માસ્ક અને ગ્લવ્સની સુવિધા નથી : માસ્કની જગ્યાએ પ્લાસ્ટિક થેલી તબીબે માથા પર પહેરી

ઇસ્લામાબાદ, તા. ૨૯ : કોરોના વાયરસના મહાસંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં એક તબીબે ઇમરાન સરકારના દાવાની પોલ ખોલી નાંખી છે. ખેબર પખ્તુનખ્વા પ્રાંતના તબીબે દર્દીઓની તપાસ માટે માસ્ક અને ગ્વસ નહીં હોવાનો વિરોધ કરવા માટે ખાસ પદ્ધતિ અપનાવી છે. તેઓએ વિરોધ તરીકે માથા ઉપર માસ્કના બદલે પ્લાસ્ટિકની થેલી પહેરી લીધી છે અને પોતાના ફોટા સોશિયલ મિડિયા ઉપર પોસ્ટ કરી દીધા છે. તબીબના આ પગલા બાદ સરકાર તરફથી માસ્ક આપવા માટે કોઇએ નિવેદન કર્યું નથી. અધિકારીઓએ તેમની સામે તપાસના આદેશ આપી દીધા છે.

            બીબ પર અધિકારીઓને અપમાનિત કરવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. સ્વાબીના જિલ્લા આરોગ્ય વિભાગે શનિવારના દિવસે તબીબ આમિર મુસ્તફાની સામે તપાસ હાથ ધરી છે. તબીબ મુસ્તફા હુસૈન હાલ કોરોના સામે લડત ચલાવી રહ્યા છે. તેઓએ દર્દીઓની ચકાસણી દરમિયાન માથા પર પ્લાસ્ટિકની થેલી પહેરી છે અને આ ફોટો સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી દીધો છે. ખાસ બાબત એ છે કે, પાકિસ્તાનમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. સરકારના દાવા છતાં પુરતી સુવિધા નથી.

 

(7:41 pm IST)