Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

સંબંધોને તરોતાજા કરો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

સોશિયલ ડિસ્ટેન્સિંગની જરૂર છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, તા.૨૯ : કોરોના વાયરસની ગંભીરતા અને દુનિયાભરના વિકસિત દેશોની ત્રાસદીને ધ્યાનમાં લઇને સરકારે જોખમ લઇને લોકડાઉનનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં આજે આના માટે પ્રજાની માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે, કોરોના વાયરસે જિદ્દી વલણ અપનાવીને મોટી સંખ્યામાં લોકોને પોતાના સકંજામાં લઇ લીધા છે અને લોકોને મોતને ઘાટ ઉતારવા માટે કોરોના ખતરનાક સ્વરુપમાં છે ત્યારે સરકારે જોખમ લઇને લોકડાઉનનો મોટો નિર્ણય કર્યો છે. મન કી બાત કાર્યક્રમમાં મોદીએ શું કહ્યું તે નીચે મુજબ છે.

*    દુનિયાભરના વિકસિત દેશોની ત્રાસદી અને તેમની હાલતને જોઇને સરકારે જોખમ લઇને લોકડાઉનનો નિર્ણય વિકલ્પ ન હોવાથી કર્યો હતો

*    કોરોના વાયરસના આક્રમણને રોકવા માટે સરકારને લોકડાઉનનો કઠોર નિર્ણય લેવાની ફરજ પડી છે

*    લોકોની પરેશાની માટે તેઓ દેશભરની પ્રજાની માફી માંગે છે

*    તમામ લોકોના પરિવારને સુરક્ષિત રાખવા અન્ય કોઇ રસ્તો ન હતો

*    ૧૩૦ કરોડ લોકોની વસતીમાં લોકોની જાન બચાવવા માટે આ પગલું જરૂરી બન્યું હતું

*    બિમારીને શરૂમાં રોકવાથી નુકસાન ઘટી જાય છે

*    જીવન-મૃત્યુ વચ્ચેની લડાઈને જીતવાના ઇરાદાથી કઠોર નિર્ણય લેવાઈ રહ્યા છે

*    બિમારી અને તેના પ્રકોપથી શરૂઆતમાં જ સામનો કરી લેવામાં આવે તો બિમારીનો ઇલાજ થાય છે. આજે સમગ્ર ભારત અને ભારતીય આજ વાત કરે છે

*    હવે સમય સોશિયલ ડિસ્ટેન્સિંગનો છે. ઇમોસ્નલ ડિસ્ટેન્સનો સમય નથી

*    અન્યોને બચાવવા ક્વોરનટાઈન થયેલા લોકો પ્રત્યે જવાબદારી બને છે

*    સોશિયલ ઇન્ટરેક્શન જારી રાખવામાં આવે તે જરૂરી છે

*    સામૂહિક હિઝરતને રોકવાની જરૂર છે. આનાથી નુકસાન થઇ શકે છે

*    સંબંધોને તરોતાજા કરવાનો સમય આવી ગયો છે

(7:39 pm IST)