Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

અમેરિકામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : ન્યૂયોર્કમાં દર 17 મિનિટે એક મોત

હેલ્થ ઇમરજન્સી દ્વારા દરરોજ 6500 જેટલા ફોન કોલ્સ: સતત એમ્બ્યુલન્સના સાયરનના પડઘા

કોરોનાવાયરસથી અમેરિકામાં હાહાકાર મચ્યો છે  સૌથી ખરાબ હાલત ન્યૂયોર્કની છે ન્યુ યોર્કમાં પરિસ્થિતિ બેકાબૂ બની છે. ન્યુયોર્કની આરોગ્ય સિસ્ટમ પાંગળી થઈ રહી છે. શુક્રવારે શહેરમાં રાત્રી દરમિયાન એમ્બ્યુલન્સના સાઇરનના પડઘા જ પડતા રહ્યા હતા. આરોગ્ય વિભાગ ફોન કોલથી છલકાઇ ગયો છે. ન્યૂયોર્કમાં છેલ્લા બે દિવસમાં દર 17 મિનિટે એક વ્યક્તિનું મોત થતા દેશમાં હાહાકાર મચી ગયો છે .

  ડેઇલી મેઇલના એક અહેવાલ મુજબ, ન્યૂયોર્કમાં આરોગ્યની કટોકટી માટેના ફોન કોલ્સમાં 40 ટકાનો વધારો થયો છે. હેલ્થ ઇમરજન્સી દ્વારા દરરોજ 6500 જેટલા ફોન કોલ્સ આવે છે. એક સમયે આશરે 170 આરોગ્ય ઇમરજન્સી કૉલરોને રોકી દેવામાં આવી રહ્યા છે. કારણ કે ફોન ઉપાડનારા સ્ટાફની પણ તંગી છે.

ન્યૂયોર્ક આરોગ્ય વિભાગ કહે છે કે જીવન મરણની વાત હોય તો જ ઇર્જન્સી સેવા 911 પર ફોન કરવો નહીંતર સીધા હૉસ્પિટલ પર પહોંચી જવું.

ગુરુવાર અને શુક્રવારે, ન્યૂયોર્કમાં કોરોના વાયરસને કારણે 85 લોકોનાં મોત થયાં હતાં. મળતી માહિતી પ્રમાણે, દર 17 મિનિટે, ન્યુ યોર્કમાં રહેતો વ્યક્તિ કારોનો વાયરસનું ઇન્ફેક્શન લઈ રહ્યો છે. ન્યૂયોર્કમાં કોરોના વાયરસના ચેપને લીધે કુલ 450 લોકોનાં મોત થયાં છે. અહીં ચેપના કુલ 26,697 કેસ નોંધાયા છે.

ન્યૂયોર્કની હોસ્પિટલો ખરાબ હાલતમાં છે. હોસ્પિટલો તેમની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરી રહી છે. પરંતુ ચેપ અને મૃત્યુના કેસો રોકાવાનું નામ નથી લઈ રહ્યા. હોસ્પિટલનો સ્ટાફ જણાવી રહ્યો છે કે લોકો આવે છે દાખલ થાય છે અને મરી રહ્યા છે. ન્યુ યોર્કની હોસ્પિટલોમાં આ પહેલાં ક્યારેય આવું દ્રશ્ય જોવા મળ્યું નથી.

(12:00 am IST)