Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

નિરવ મોદીની જામીન અરજી ફગાવાઈ : હેરાનગતિ વધુ વધી

સાક્ષીને જાનથી મારી નાંખવાની નિરવની ધમકીઃ સુનાવણીમાં ચોંકાવનારા ખુલાસાઅ : ૨૬મીએ સુનાવણી

નવી દિલ્હી, તા. ૨૯: પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી નિરવ મોદીની જામીન અરજ ફગાવી દેવામાં આવી છે. આનો મતલબ એ થયો કે, નિરવ મોદીને હજુ થોડાક દિવસ સુધી લંડનની જેલમાં રહેવાની ફરજ પડશે. લંડનની કોર્ટે આને અસામાન્ય છેતરપિંડીનો કેસ ગણાવ્યો છે. લંડનની વેસ્ટમિનિસ્ટર કોર્ટમાં સુનાવણી દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. ભારત તરફથી રજૂ થયેલા ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસના ટોબી કેડમેને લંડનની કોર્ટમાં કહ્યું હતું કે, નિરવ મોદીએ એક સાક્ષી આશિષ લાગને બોલાવીને તેને જાનથી માર નાંખવાની ધમકી આપી હતી. આ મામલાની આગામી સુનાવણી ૨૬મી એપ્રિલના દિવસે હાથ ધરવામાં આવશે. કેડમેને કોર્ટમાં કહ્યું હતું કે, નિરવ મોદી ભારતીય તપાસ સંસ્થાઓ સાથે સહકાર કરી રહ્યા નથી. કોર્ટમાં નિરવની જામીન અરજી ફગાવી દેવાની માંગ કરીને તેમણે કહ્યું હતું કે, નિરવ મોદીને કોર્ટ પાસથી જામીન મળવા જોઇએ નહીં. આની પાછળના કારણો છે. જામીન મળી ગયા બાદ તે દેશ છોડવાના પ્રયાસ કરશે. આ ઉપરાંત જો જેલની બહાર જશે તો પુરાવાને નષ્ટ કરવા અને સાક્ષીઓને પ્રભાવિત કરવાના પ્રયાસ કરી શકે છે. નિરવ મોદીના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે, મોદી જાન્યુઆરી ૨૦૧૮થી લંડનમાં છે. લંડનમાં હોવા છતાં આ બાબત છુપાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. નિરવ મોદીને નજરબંધી હેઠળ પણ રાખવામાં આવી શકે છે. દરરોજ લોકલ પોલીસ સ્ટેશન સમક્ષ હાજર કરવાની સૂચના પણ આપી શકાય છે. નિરવ મોદીને ખાસ ફોન આપી શકાય છે જેના મારફતે ઓથોરિટી તેમનો કોઇપણ સમયે સંપર્ક કરી શકે છે.

(9:56 pm IST)