Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

પુલવામા હુમલા વખતે વડાપ્રધાન ક્યાં હતા ? મોદીએ કહ્યું હું ઉત્તરાખંડમાં હતો: ત્યાં ભારે વરસાદ પડ્યો હતો

જો કોઈ તેને મોટો રાજકારણનો મુદ્દો બનાવે તો પછી તે એક મોટી ભ્રમણા છે.

નવી દિલ્હી :વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ પુલવામા આતંકવાદી હુમલા દરમિયાન ફિલ્મ શૂટિંગના આરોપ પર પ્રથમ વખત જવાબ આપ્યો હતો.

 ટીવી ચેનલને આપેલાં એક ઈન્ટરવ્યુમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે પુલવામા હુમલા દરમિયાન હું ઉત્તરાખંડમાં હતો. તે સમયે ત્યાં ભારે વરસાદ પડ્યો હતો.ત્યાં મારી એક રેલી હતી. કે જે મેં ફોન દ્વારા સંબોધી હતી. પરંતુ આવી મોટી રેલીમાં આવી મોટી ખબરો અંગે ચર્ચા કરવામાં આવી નહોતી

   પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે  આવી પરિસ્થિતિઓમાં જો કોઈ સમસ્યા ઊભી થાય તો ત્યારે ખૂબ જ સંતુલિત વર્તન કરવું પડે છે. અને જો કોઈ તેને મોટો રાજકારણનો મુદ્દો બનાવે તો પછી તે એક મોટી ભ્રમણા છે.

    વડાપ્રધાન મોદીએ કહ્યું કે પુલવામા પછી હું માનતો હતો કે આ સમયે મારૂ વર્તન દેશની આશા મુજબ હોવું જોઈએ. હવે ENOUGH IS ENOUGH અને તેથી જ મેં કહ્યું કે સેનાને મે મારી તરફથી કોઈ પણ પગલાં લેવા માટે ખુલ્લી છૂટ આપી દીધી છે.

(9:32 pm IST)