Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

ચૂંટણી પૂર્વે એપ્રિલના પ્રથમ અઠવાડીયામાં રિઝર્વ બેન્ક સામાન્ય માનવીને મોટી રાહત આપવાના મૂડમાં

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીનાં પ્રથમ ચરણની વોટિંગ પહેલાં જ સામાન્ય લોકોને રાહત મળી શકે છે. હકીકતમાં, આગામી ૨જી એપ્રિલથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાનાં મૌદ્રિક નીતિ સમિતિ (એમપીસી)ની બેઠક ૨-૪ એપ્રિલનાં રોજ થવાંની છે. આ બેઠકમાં રેપો રેટમાં કપાતનો ફૈસલો થઇ શકે છે. જો આવું થયું તો બેંકોને વ્યાજ દરોમાં કપાત કરવાની રહેશે અને આનો ફાયદો આપને મળશે.

બ્રોકરેઝ એજન્સી ગોલ્ડમેન સૈકસનાં રિપોર્ટ અનુસાર, આરબીઆઈ રેપોરેટમાં ૨૫ બેસિસ પોઇન્ટનો કપાત કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આર્થિક ગતિવિધિઓમાં સતત આવી રહેલ નબળાઇ, ફુગાવાનાં દરમાં ઘટાડો અને ગ્લોબલ ઇકોનોમીની નબળી થતી સ્પીડની સાથે ફેડરેલ રિઝર્વનું નરમ વલણ આ નિર્ણયનો આધાર બની શકે છે. બ્રોકરેઝ એજન્સીએ એમ પણ જણાવ્યું કે, નાણાંકીય વર્ષ ૨૦૧૯માં ભારતની જીડીપી ૭.૧ ટકા રહેવાની આશા છે. ત્યારે બીજી બાજુ તે ૭.૫ ટકા રહેવાનું પણ અનુમાન છે.

છૂટક ફુગાવો દરને ધ્યાનમાં રાખતા આરબીઆઈ વ્યાજ દરો પર નિર્ણય લઇ શકે છે. ફેબ્રુઆરીમાં છૂટક ફુગાવો દર સામાન્ય વધારા સાથે ૨.૫૭ ટકા પર પહોંચી ગયેલ છે. આ આનાં ચાર મહીનાનો ઉચ્ચસ્તર છે. પરંતુ વાર્ષિક આધાર પર મોંદ્યવારી દર હજી પણ ઓછો છે. ત્યારે જુલાઇ ૨૦૧૮થી લઇને જાન્યુઆરી ૨૦૧૯ની વચ્ચે સતત મોંઘવારીમાં ઘટાડો આવી ગયેલ છે. એ જ કારણ છે કે આરબીઆઈએ ફેબ્રુઆરી મહીનાની બેઠકમાં રેપો રેટમાં ૨૫ ટકા પોઇન્ટની કપાત કરી.

વર્તમાનમાં આરબીઆઈનો રેપો રેટ ૬.૨૫ ટકા છે. જો કે એસબીઆઈને છોડીને અન્ય બેંકોએ આનો ફાયદો ગ્રાહકોને નથી આપ્યો. આ સંબંધમાં ય્ગ્ત્ ગવર્નર શકિતકાંત દાસે બેંકોનાં અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. ત્યારે આરબીઆઈએ પોતાનાં મૌદ્રિક વલણને સખ્તતાઇથી બદલીને સામાન્ય કરી દીધેલ છે. નીતિગત વલણમાં ફેરફાર કર્યા બાદ જ માનવામાં આવી રહ્યું હતું કે આરબીઆઈ આગળ પણ વ્યાજ દરોમાં કપાતની રાહત આપી શકે છે.

(3:54 pm IST)