Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

મેઘાલયની ગુફા પૂર અને દુકાળની ભવિષ્યવાણી કરી શકે છે

નવી દિલ્હી તા.ર૯: છેલ્લાં પચાસ વર્ષના મેઘાલયની માવ્મલુ ગુફાની અંદર ટપકતાં ચૂનાના પથ્થરના વધી રહેલા ઢગલાનું વૈજ્ઞાનિકોએ અધ્યયન કરીને તારવ્યું છે કે ભારતમાં ગુફાની છત પરથી ટપકતા દ્વવ્યને કારણે જમીન પર એકઠા થયેલા સ્ટેલેગ્માઇટ પ્રકારના ચૂનાના પથ્થરની મદદથી દેશમાં વરસાદની પેટર્ન કેવી રહેશે એનું અનુમાન લગાવી શકાય છે. ભારતમાં સૌથી વધુ વરસાદ માટે મેઘાલય જાણીતું છે. આ ગુફાથી વરસાદ દરમ્યાન દુકાળ પડશે કે પૂર આવશે એનું સચોટ અનુમાન લગાવી શકાય એમ છે એવું અમેરિકાની વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીના સંશોધકોએ દાયકાઓના અભ્યાસ બાદ તારવ્યું છે. દુનિયામાં સૌથી વધુ વરસાદ ધરાવતા ટોપ પાંચ ક્ષેત્રોમાં મેઘાલયનો સમાવેશ થાય છે અને પાંચ દાયકાના અભ્યાસ બાદ સાયન્ટિફિક રિપોર્ટમાં નોંધાયું છે કે પૂર્વ-ઉત્તર ભારતમાં માવ્મલુ ગુફામાંથી ટપકતા સ્ટેલેગ્માઇટ ચૂનાના ઢગલાની પુનરાવૃતિ અને આ ક્ષેત્રમાં ઠંડી, વરસાદ અને પ્રશાંત મહાસાગરમાં આવતા જળવાયુના બદલાવ વચ્ચે સંબંધ છે.

(9:40 am IST)