Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

કન્હૈયાકુમાર સામે રાજદ્રોહની મંજૂરી અંગે ચિદમ્બરમેં કહ્યું- કેજરીવાલની સમજણ કેન્દ્ર સરકાર કરતા ઓછી

તેમણે કહ્યું, હું દિલ્હી સરકારના આ નિર્ણયની કડક નિંદા કરું છું.

નવી દિલ્હી : જવાહરલાલ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ કન્હૈયા કુમાર સામે દેશદ્રોહનો કેસ દાખલ કરવાની મંજૂરી મળ્યા બાદ હવે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર પર  કોંગ્રેસના દિગ્ગજ નેતા પી. ચિદમ્બરમ ભડક્યા છે  પી ચિદમ્બરમે પોતાની ટ્વીટમાં આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલ સરકારની રાજદ્રોહના કાયદાની સમજ ખોટી હતી. તેમણે કહ્યું, હું દિલ્હી સરકારના આ નિર્ણયની કડક નિંદા કરું છું.

 જેનયુ રાજદ્રોહ કેસમાં સીપીઆઈ નેતા કન્હૈયા કુમાર સામે કાર્યવાહી કરવાની છૂટ પછી કન્હૈયાએ પણ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. હવે કન્હૈયા કુમારને કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમનો પણ ટેકો મળ્યો છે. શનિવારે એક ટ્વીટમાં તેમણે લખ્યું કે, 'રાજદ્રોહના કાયદાની સમજમાં દિલ્હી સરકાર કેન્દ્ર સરકારથી ઓછી અજાણ નથી. આઈપીસીની કલમ 124 એ અને 120 બી હેઠળ કન્હૈયા કુમાર અને અન્ય લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આપવામાં આવેલી મંજૂરીને હું સંપૂર્ણપણે અસ્વિકારૂ છું.

અત્રે ઉલ્લેખનીય છે કે કન્હૈયા કુમાર સિવાય દિલ્હી પોલીસે જેએનયુના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ, અનિર્બાન અને અન્ય સાત લોકો વિરુદ્ધ ગત વર્ષે 14 જાન્યુઆરીએ રાજદ્રોહ, તોફાનો અને ગુનાહિત કાવતરા હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસે કાર્યવાહી કરવાની દિલ્હી સરકારની મંજૂરી માંગી હતી. આ કેસમાં, દિલ્હી પોલીસના વિશેષ સેલે પટિયાલા હાઉસના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સુમિત આનંદની કોર્ટમાં 1200 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં, દિલ્હી સરકારે ઓમર ખાલિદ, અનિર્બન, અકીબ હુસેન, મુજીબ, ઉમર ગુલ, બશરત અલી અને ખાલિદ બસીરની કાર્યવાહી ચલાવવાની મંજૂરી પણ આપી દીધી છે.

(9:14 pm IST)