Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

દિલ્હીમાં શાંતિ માટે ૭૦૦૦ જવાનો : ફ્લેગ માર્ચનો દોર

બીએસએફના જવાનો પણ મદદમાં આવ્યા : અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોમાં વિશ્વાસ જગાવવા પ્રયાસ

નવી દિલ્હી, તા.૨૯ : દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા હજુ પણ રાખવામાં આવી છે. કોઈપણ અનિચ્છનિય બનાવ બને તે માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. ઉત્તર પૂર્વીય દિલ્હીના અસરગ્રસ્ત વિસ્તારોમાં આશરે સાત હજારથી વધુ અર્ધલશ્કરી દળના જવાનો તૈનાત કરવામાં આવી ચુક્યા છે. દિલ્હી પોલીસના સેંકડો જવાનો પણ શાંતિ જાળવવા માટે ફરજ બચાવી રહ્યા છે. સોમવારના દિવસે ભડકેલી વ્યાપક હિંસા બાદથી ૨૦૦થી વધુ લોકો ઘાયલ થઈ ચુક્યા છે. દિલ્હીમાં સૌથી વધારે જે વિસ્તારોમાં હિંસા થઈ હતી તેમાં જાફરાબાદ, મોજપુર, ચાંદબાગ, ખજુરી, ભજનપુરાનો સમાવેશ થાય છે. બીજી બાજુ સ્થિતિને સુધારવાના હેતુસર જુદી જુદી સંસ્થાઓ પણ સક્રિય થયેલી છે.

       બીએસએફના જવાનો દિલ્હી હિંસામાં જવાનના નાશ પામેલા મકાનનું ફરી નિર્માણ કરાવશે. ઉત્તર પૂર્વીય દિલ્હીમાં હિંસા દરમિયાન કોન્સ્ટેબલ મોહંમદ અનિશના આવાસને સળગાવી દેવાયું હતું. ૨૯ વર્ષીય કોન્સ્ટેબલ હાલમાં પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં રાધાબારીમાં બીએએફ કેમ્પમાં ફરજ બજાવે છે. તેની દિલ્હીમાં ટુંક સમયમાં બદલી કરવામાં આવશે. પોતાના પરિવાર સાથે રહી શકે તે હેતુસર અંગેનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવી શકે છે. દિલ્હીમાં જનજીવનમાં સુધારો થઈ રહ્યો છે. દિલ્હી મેટ્રો પર સ્થિતિ સુધરી છે. બીજી બાજુ દિલ્હીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ધરપકડનો સીલસીલો રૂ થઈ ગયો છે. મોડી રાત સુધી કોમ્બિંગની પ્રક્રિયા ચાલી રહી છે. પોલીસ પર તીવ્ર દબાણ આવતા ઝડપથી પગલા લેવામાં આવી રહ્યા છે.

હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિને હળવી કરવાના પ્રયાસરૂપે નિયમિતપણે ફ્લેગમાર્ચ કરીને લોકોમાં વિશ્વાસ જગાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

(7:36 pm IST)