Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

બેંક મેનેજમેન્ટ ૧૫ ટકાથી વધુ પગાર વધારો આપવા તૈયારઃ ૩ દિવસની હડતાલ મુલત્વી

રાજકોટઃ આજે મુંબઇ ખાતે બેંક યુનિયનો અને મેનેજમેન્ટ વચ્ચે પગાર વધારા પ્રશ્ને બેઠક મળી હતીઃ બેઠકમાં બેંક મેનેજમેન્ટ એટલે કે આઇબીઇએ કર્મચારીઓને પે સ્લીપ કોસ્ટમાં ૧૫ ટકાથી વધુ પગાર વધારો આપવા સહમત થતા અને બીજી કેટલીક માંગણીઓ પરત્વે હકારાત્મક વલણ દાખવતા એઆઇબીઇએ દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો અને ૩ દિવસની હડતાલ હાલ તુર્ત મુલત્વી રાખવામાં આવી તેવું ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રી કે.પી. અંતાણીએ આજે બપોરે 'અકિલા'ને ટેલિફોન ઉપર જણાવ્યુ હતું: બેંક કર્મચારીઓ ૧૧મી માર્ચથી ૧૩મી માર્ચ સુધી હડતાલ પાડવાના હતા

(4:01 pm IST)