Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ચીનના પ્રમુખ કયાં છે ?

શી-જીનપીંગ અન્ડર ગ્રાઉન્ડ ?

ચીનમાં પ્રસરેલ કોરોના વાયરસે વિશ્વભરના અર્થતંત્રને ધ્રુજાવી દીધુ છે અને ૫૧ દેશોમાં ભરડો લીધો છે ત્યારે ચીનના પ્રેસીડેન્ટ શી-જીનપીંગ લાંબા સમયથી જાહેરમાં દેખાયા નથી. મીડીયા અને જાહેર પબ્લિકમાં તેઓ શા માટે આવતા નથી ? શા માટે તમામ મિટીંગો કેન્સલ રહી છે ? આવા પ્રશ્ન સોશ્યલ મિડીયામાં પૂછાઈ રહ્યા છે. એવુ પણ કહેવાય છે કે શી-જીનપીંગ કાં તો અંડર-ગ્રાઉન્ડ થઈ ગયા છે અથવા ચીન બહાર કોઈ સ્થળે ચાલ્યા ગયા છે. છેલ્લા કેટલાય સમયથી શી-જીનપીંગ દેખાયા નથી અને અંડર ગ્રાઉન્ડ થઈ ગયાની જબ્બર ચર્ચા થઈ રહી છે. વિશ્વના આ સૌથી શકિતશાળી નેતાઓ માહેના એક અને વિશ્વની બીજા નંબરના અર્થતંત્રના કર્તાહર્તા અંગે જબ્બર વિવાદ ચાલ્યો છે.

(4:00 pm IST)