Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

કોરોના : અબજોપતિઓના ૪૪૪ અબજ ડોલર ડુબ્યા

૨૦૦૮ બાદ અમેરિકામાં સૌથી જોરદાર મંદી : વિશ્વના ૫૦૦ સૌથી અમીર લોકોની સંપત્તિ સોમવારના દિવસે ૧૩૯ અબજ ડોલર ઘટી : રિપોર્ટમાં થયેલો દાવો

મુંબઈ, તા. ૨૯ : કોરોના વાયરસના કારણે દુનિયાભરના શેરબજારો હચમચી ઉઠ્યા છે. સાથે સાથે દુનિયાભરના ટોચના ઉદ્યોગપતિઓ અને સૌથી અમીર લોકોની સંપત્તિમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. બ્લૂમબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વના ૫૦૦ સૌથી અમીર લોકોની સંપત્તિ માત્ર સોમવારના દિવસે ૧૩૯ અબજ ડોલર ઘટી ગઈ હતી. સપ્તાહમાં તેમની કુલ સંપત્તિ ૪૪૪ અબજ ડોલર ઘટી ગઈ છે. કોરોના વાયરસના કારણે વૈશ્વિક માર્કેટને માઠી અસર થઈ છે. શુક્રવારના દિવસે સેન્સેક્સમાં બીજો સૌથી મોટો ઘટાડો એક દિવસનો થયો હતો અને સેન્સેક્સમાં ૧૪૪૮ પોઈન્ટનો ઘટાડો થયો હતો. દુનિયાના અન્ય શેરબજારમાં પણ આવી સ્થિતિ સર્જાયેલી છે. અમેરિકી શેરબજાર ડાઉજોન્સમાં એક સપ્તાહમાં ૧૨ ટકાનો ઘટાડો થયો છે.

      ૨૦૦૮ની મંદી બાદ સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. શેરમાર્કેટમાં અભૂતપૂર્વ ઘટાડાના કારણે વિશ્વના અબજોપતિઓની સંપત્તિ લાખો કરોડ ડોલર ઘટી ગઈ છે. દુનિયાના સૌથી અમીર ટોપ પાંચ અબજોપતિઓની સંપત્તિ સપ્તાહમાં ૩૬ અબજ ડોલર ઘટી ગઈ છે. એમેઝોનના પ્રમુખ જેફ બેજોસની સંપત્તિ ૧૨ અબજ ડોલર ઘટી ગઈ છે. માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સની સંપત્તિમાં પણ ઘટાડો થયો છે. વોરન બફેટ, માર્ક જુકરબર્ગ, એલનમસ્કની સંપત્તિમાં પણ રેકોર્ડ ઘટાડો થયો છે. ૧૧ દિવસના ગાળામાં શેરબજારમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને આશરે ૫૪૦૦૦ કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે જ્યારે આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાની સંપત્તિ ૮૮૪ મિલિયન ડોલર ઘટી ગઈ છે.            

       બે મહિનામાં આઈટીના દિગ્ગજ અજીમ પ્રેમજીને ૮૬૯ મિલિયન ડોલરનું નુકસાન થયું છે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી વર્ષ દરમિયાન પાંચ અબજ ડોલર ગુમાવી ચુક્યા છે. દિવસના ગાળામાં રોકાણકારોએ ૧૦ લાખ કરોડ રૂપિયા ગુમાવી દીધા છે જ્યારે મોટા મોટા કારોબારીઓની મુશ્કેલી વધી ગઈ છે. આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાને પણ ભારે નુકસાન થયું છે. ગૌત્તમ અદાણીને ૪૯૬ મિલિયન ડોલરનો ફટકો પડ્યો છે.

અબજોપતિઓને ફટકો

કોરોના વાયરસના કારણે દુનિયાભરના શેરબજારો હચમચી ઉઠ્યા છે. સાથે સાથે દુનિયાભરના ટોચના ઉદ્યોગપતિઓ અને સૌથી અમીર લોકોની સંપત્તિમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. બ્લૂમબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વના ૫૦૦ સૌથી અમીર લોકોની સંપત્તિ માત્ર સોમવારના દિવસે ૧૩૯ અબજ ડોલર ઘટી ગઈ હતી. વિશ્વના સૌથી અમીર લોકોમાં પ્રથમ સ્થાને રહેલા એમેઝોનના અધ્યક્ષ જેફ બેજોસની સંપત્તિ સૌથી વધુ ઘટી હોવા છતાં પ્રથમ સ્થાને છે. કોની કેટલીક સંપત્તિ ઘટી તે નીચે મુજબ છે.

અબજોપતિ

સંપત્તિમાં નુકસાન

જેફ બેજોસ (એમેઝોન)

૧૨ અબજ ડોલર

બિલ ગેટ્સ (માઈક્રોસોફ્ટ)

. અબજ ડોલર

વોરન બફેટ (બર્કશાયર)

. અબજ ડોલર

માર્ક જકરબર્ગ (ફેસબુક)

અબજ ડોલર

એલનમસ્ક (ટેસ્લા)

. અબજ ડોલર

(7:44 pm IST)