Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

પહેલાં 'બાપુ'ને મારી હતી ત્રણ ગોળી; હવે આ ત્રણ ગોળી ભારત માતાને મારી રહ્યાં છે : તુષાર ગાંધી

ત્રણ ગોળી CAA, NRC અને NPR છે.:મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીના સરકાર પર આકરા પ્રહાર

કોલકતા : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ એક જનસભા દરમિયાન કહ્યું કે ત્રણ ગોળીએ મહાત્મા ગાંધીના માર્યા અને જે લોકો રાષ્ટ્રપિતાની હત્યા માટે જવાબદાર હતા, તેઓ હવે ભારતને ત્રણ ગોળીઓ મારવાની ધમકી આપી રહ્યાં છે. આ ત્રણ ગોળી CAA, NRC અને NPR છે. 

કોલકાતાના પાર્ક સર્કસ મેદાનમાં CAA, NRC ના વિરોધમાં એક જનસભાને સંબોધન કરતા તુષાર ગાંધીએ આ અંગે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દિલ્હીના શાહીન બાગ વિસ્તારની જેમ કોલકાતાના પાર્ક સર્કસ મેદાનમાં પ્રદર્શનકારીઓ છેલ્લા ઘણા દિવસોથી પ્રદર્શન કરી રહ્યાં છે. શુક્રવારે તુષાર ગાંધી સહિત સામાજિક કાર્યકર્તાઓએ આ પ્રદર્શનમાં સામેલ થયા હતા.

તુષાર ગાંધીએ કહ્યું કે તે લોકોએ મહાત્મા ગાંધી બાપુની છાતીમાં 3 ગોળી મારી. હવે આ જ લોકો તે પ્રકારની ત્રણ ગોળી CAA, NRC અને NPR થી દેશને મારી રહ્યાં છે. યાદ રાખો તેમનો સ્વભાવ બદલાયો નથી, પરંતુ તેઓને બતાવાનું છે કે અમારી છાતી મજબૂત છે અને આપણે તેમની ગોળી સામે ઝુકી જશું નહીં.

તુષાર ગાંધીએ વિરોધ પ્રદર્શનને અહિંસક રાખવા પર જોર આપ્યું અને કહ્યું કે જો આ દેશ માટે આપણે લોહી વહેવડાવું પડશે તો તેના માટે તૈયાર છીએ, પરંતુ અમે તેમનું લોહી નહી વહેવડાવીએ જેઓ અમારો વિરોધ કરી રહ્યાં છે. અમારી તાકાત એ છે કે અમે અહિંસક લડાઇ લડી રહ્યાં છીએ.

શાહીન બાગ વિરોધ પ્રદર્શનનો ચહેરો બનેલા 82 વર્ષીય બિલ્કિસ બાનો પણ આ કોલકાતાના પાર્ક સર્કસમાં આયોજિત રેલીમાં પહોંચ્યા હતા. તેમણે સરકાર પર નિશાન તાકતાં કહ્યું કે તેઓ કહી રહ્યાં છે કે અમે શાહીન બાગમાં એટલે છીએ કે અમને મફતમાં બિરયાની ખાવા મળે છે. હું કહેવા માગુ છું કે PM મોદીઝી શું તમે પણ પાકિસ્તાન બિરયાની ખાવા ગયા હતા.

(1:06 pm IST)