Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

કેન્દ્રીય ખાદ્ય મંત્રી પાસવાનના ઘરનું પણ પાણી પીવા લાયક નથી: BSI ટેસ્ટમાં નમૂના ફેઈલ

તમામ નમૂના નક્કી થયેલા સ્ટાન્ડર્ડ કરતાં ઊતરતી કક્ષાના હતા એમ સુપ્રીમ કોર્ટમાં જણાવશે

નવી દિલ્હી : પીવાના પાણીની ગુણવત્તા ચકાસતા બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ)એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે કેન્દ્રના ખાદ્ય અને જાહેર વિતરણ ખાતાના પ્રધાન રામ વિલાસ પાસવાનના ઘરેથી લીધેલા પીવાના પાણીના નમૂના પણ ઉતરતી કક્ષાના હતા. એટલે કે એ પાણી પીવાલાયક નથી.

બીએસઆઇએ પાટનગર નવી દિલ્હીમાં દસ બાર સ્થળેથી પીવાના પાણીના નમૂના લીધા હતા અને લેબોરેટરીમાં એની ગુણવત્તા તપાસી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટને આ માહિતી આપી હતી.

BSIએ કોર્ટને કહ્યું હતું કે પાસવાનના બંગલેથી લીધેલા પાણીની ગુણવત્તા વાસ, એલ્યુમિનિયમ અને કોલીફોર્મના નક્કી થયેલા ધારાધોરણ મુજબનું નહોતું. કેન્દ્રીય પ્રધાનના બંગલાની આ સ્થિતિ હોય તો સામાન્ય નાગરિકોને શુદ્ધ પીવાનું  પાણી કેવી રીતે મળતું હશે.

દિલ્હીમાં મ્યુનિસિપાલિટી પાઇપ લાઇન દ્વારા ઘરે ઘરે પીવાનું પાણી પહેાંચાડે છે. બીએસઆઇએ ડઝનબંધ નમૂના લઇને નેશનલ એક્રેડિશન બોર્ડ લેબોરેટરીમાં મોકલ્યા હતા. તમામ નમૂના નક્કી થયેલા સ્ટાન્ડર્ડ કરતાં ઊતરતી કક્ષાના હતા એમ સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવ્યું હતું.

(12:56 pm IST)