Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

૫૭ દેશોમાં કોરોનાનો હાહાકારઃ પર્યટન સહિતના અનેક સેકટર ઠપ્પ

ટોકયો, તા.૨૯: કોરોના વાઇરસથી આરોગ્ય કટોકટીની સાથે નાણાકીય કટોકટી પણ સર્જાઇ છે. કોરોનાને કારણે નાણાકીય બજારો ધ્વસ્ત થઇ ગયા છે તો બીજી બાજુ દુકાનો અને બિઝનેસ ઠપ થઇ ગયા છે.

બેરાલુસ, લિથુનિયા, ન્યૂઝીલેન્ડ, નાઇજિરિયા, અજેરબેજાન, નેધરલેન્ડમાં કોરોનાનો પ્રથમ કેસ જોવા મળતા આ વાઇરસથી પીડિત દેશોની સંખ્યા વધીને ૫૭ થઇ ગઇ છે.

ગયા વર્ષે આવેલા પૂર અને આ વર્ષે કોરોનાને કારણે ઇટાલીના પ્રવાસન ઉદ્યોગને જોરદાર ફટકો પડયો છે. અનેક દેશોએ પોતાના વિશ્વ વિખ્યાત કાર્યક્રમો રદ કરી દીધા છે છેલ્લા એક સપ્તાહમાં વૈશ્વિક શેરબજારોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

કોરોના વાઇરસને કારણે વૈશ્વિક ટુરિઝમ ઉદ્યોગને સૌથી મોટો ફટકો પડયો છે. લોકો પ્રવાસ પર જવાનું તો દૂર રહ્યું પોતાના દ્યરોમાંથી પણ બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે.

ઇટાલીમાં કોરોનાના ૬૫૦થી વધુ કેસો નોંધાયા છે ત્યારે હોેટેલોની બુકિંગમાં ભારે દ્યટાડો જોવા મળ્યો છે. દક્ષિણ કોરિયામાં પણ કોરોનાના ૫૭૧ નવા કેસો જોવા મળ્યા છે. બેંગકોકની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. વિદેશી પ્રવાસીઓ આવવાના બંધ થઇ ગયા હોવાના કારણે મોલ અને દુકાનોના વેચાણમાં મોટો દ્યટાડો થયો છે. જાપાનમાં શાળાઓ બંધ રાખવા અંગે વિચારણા થઇ રહી છે. દક્ષિણ કોરિયામાં ચીન પછી સૌથી વધુ ૨૩૩૭ કેસો નોંધાયા છે. ચીનમાં ૨૭૮૮ લોકોના મોત સાથે કુલ ૭૮૮૨૪ કેસો નોંધાયા છે.(૨૩.૫)

(10:36 am IST)