Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

ભાવનગરના જાણીતા ઉદ્યોગપતિ સંતોષભાઈ કામદાર અને તેના પુત્ર ચેતનભાઇ કામદારનું એક્સલન્સ ઈન સોલ્ટ ક્વોલિટી 2022 એવોર્ડ થી સન્માન

ઈ.સ .૧૯૫૨ માં ભાવનગરમાં કામદાર પરિવારએ મીઠું પકવવાનું શરૂ કરતા હજ્જારો લોકોને રોજીરોટી પૂરી પાડવાનું પ્રતિભાવંત કાર્ય આજની તારીખ પણ ચાલુ

વિપુલ હિરાણી દ્વારા, ભાવનગર તા.29 : ભાવનગરનાં અગ્રણી મીઠા ઉત્પાદક ભાવનગર સોલ્ટ ઈન્ડસ્ટ્રીનાં શ્રી સંતોષભાઈ કામદાર , તેમજ તેના યુવા ઉદ્યોગ સાહસિક પુત્ર ચેતનભાઈ કામદારનું ગુજરાત સરકારની માલીકીનાં ઔઘોગીક એકમ “ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમ . લી . ” , વડોદરા દ્વારા “ એકસલન્સ ઈન સોલ્ટ કવોલીટી – ૨૦૨૨ ” નાં એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે.

છેલ્લા ૫૦ વર્ષથી કોસ્ટીક સોડા અને કલોરીનનાં ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વીક બજારો સર કરનાર ગુજરાત સરકારની માલીકીનાં વિશ્વસ્તરીય પ્રતિષ્ઠા પામેલ ઉઘોગ “ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમીકલ લીમીટેડ ” ને છેલ્લા ૪૮ વર્ષ દરમ્યાન ૨૦ લાખ ટને કવોલીટી સોલ્ટ સપ્લાય કરનાર ભાવનગરનાં નામાંકીત મીઠા ઉદ્યોગપતિ શ્રી સંતોષભાઈ કામદારનું શાલ અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી “ એકસલન્સી ઈન સોલ્ટ કવોલીટી – ૨૦૨૨ ” માટે તેમજ તેમના પુત્ર , યુવા ઉદ્યોગ સાહસિક શ્રી ચેતનભાઈ કામદારનું “ કવોન્ટીટી એન્ડ કવોલીટી વાઈઝ બેસ્ટ વન સપ્લાયર " તરીકે G.A.C.L નાં મેનેજીંગ ડીરેક્ટર ગુજરાત સરકારનાં સચિવ અધિકારી શ્રી સ્વરૂપસિંઘ ( IAS ) નાં હસ્તે ગત તા . ૨૦/૦૧/૨૦૨૩ નાં રોજ વડોદરા ખાતે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યુ.

આગામી દિવસોમાં દહેજ ખાતે અસ્તિત્વમાં આવી રહેલ “ નાલ્કો ” નામનાં ગુજરાત સરકારનાં ઔદ્યોગીક એકમમાં પણ મોટા પાયે નમક સપ્લાયનું કામ શરૂ થનાર છે. ત્યારે સન્માનનો પ્રતિભાવ આપતા શ્રી સંતોષભાઈ કામદારે જણાવ્યુ કે, આ ઉદ્યોગનો સમગ્ર કર્મચારીગણ અમારા કૌટુંબીજન બની ગયો છે. અમે અમારી સોલ્ટ ઉત્પાદનની ઉચ્ચતમ કવોલીટી જાળવી રાખી કાયમ સપ્લાય કરતા રહેવાની ખાત્રી આપી હતી. 

અત્રે એ બાબતનું ધ્યાન દોરતા ગૌરવ લેવુ ઘટે કે ભાવનગર સહિત સમગ્ર ગુજરાતનાં રમતગમત , આધ્યાત્મિક , સામાજીક , શૈક્ષણિક અને કલા સાંસ્કૃત ક્ષેત્રે યોગદાન અને પ્રોત્સાહક બળ પુરૂ પાડનાર ઉદ્યોગપતિ તરીકે પાછોતરા વર્ષનાં ખેલ મહાકુંભનાં યજમાન તરીકે આગલી હરોળમાં રહેલા શ્રી સંતોષભાઈનું વિશિષ્ટ સન્માન કરતા આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલનાં આપણા વડાપ્રધાન મા.શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર કામદાર પરિવારનાં પ્રાસંગોચીત વખાણ કરતા જણાવ્યુ હતુ કે , આપણા નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ ભાવનગરના ૧પ૨ કિ.મી. દરીયાકાંઠે મીઠુ પકવવાનો ઉદ્યોગ શરૂ કરવા કામદાર પરિવારને ખાસ આમંત્ર્યા હતાં. ઈ.સ .૧૯૫૨ માં ભાવનગરમાં કામદાર પરિવારએ મીઠું પકવવાનું શરૂ કરતા હજ્જારો લોકોને રોજીરોટી પૂરી પાડવાનું પ્રતિભાવંત કાર્ય આજની તારીખ પણ ચાલુ રાખેલ છે .

(8:40 pm IST)