Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

આતંકવાદી બનવા જઈ રહેલા પાંચ યુવકોને પરિવારજનોને સોંપી દીધા :ગત મહિને એલઓસી પાર કરવા પ્રયાસ કર્યોતો

જમ્મુ: જમ્મુ કાશ્મીર પોલીસની એક મહિનાની કાઉંસેલીંગ બાદ એ પાંચ કાશ્મીરી યુવકોને તેના પરિવારજનોને સોંપી દીધા છે  જેઓ ગયા મહિને આતંકવાદી બનવા માટે સરહદ પાર કરવા ઇચ્છતા હતા અને એલઓસી પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

પોલીસનું કહેવું છે કે  જમ્મુ-કાશ્મીર પોલીસ સતત ભટકેલા યુવાનોને મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ કરી રહી છે. આ જ ક્રમમાં અનંતનાગ જિલ્લા પોલીસે પાંચ યુવકોને તેમના પરિવારજનોને સોંપી દીધા છે. આ યુવાનો આતંકવાદી સંગઠનમાં જોડાવા જઇ રહ્યા હતા. આ યુવકો કોકનાગ તહસીલના સોફ અને પાંઝગામ વિસ્તારના રહેવાસી હતા. એએસપી અનંતનાગ અલ્તાફ અહેમદ ખાને જણાવ્યું કે આ તમામ યુવાનો આતંકવાદી સંગઠનોમાં જોડાવા જઇ રહ્યા હતા. અમને માહિતી મળતાની સાથે જ અમે તેમને અટકાયતમાં લીધા. પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું કે તેઓ બધા આતંક તરફ વળશે

   આ દરમિયાન ભટકતા યુવાનોની કાઉન્સલિંગ કરવામાં આવી હતી. તેમને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવાની અપીલ કરાઈ હતી. જેના પર તે સહમત થયા હતા જેથી પોલીસે દરેકને તેના પરિવારજનોને સોંપી દીધા હતા  પરિવારોએ પોલીસનો આભાર માન્યો હતો ઉપરોક્ત યુવકને તેમના પરિવારને સોંપવાના સમયે, એએસપી અનંતનાગ, એસડીએમ કોકરનાગ, એસપી ઓપરેશન્સ સહિત સુરક્ષા દળો હાજર હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આશરે 50 યુવકો આતંકવાદનો માર્ગ છોડી પોતાના ઘરો પરત ફર્યા હતા, પરંતુ તેમની પરત આવવાથી આ ક્ષેત્રમાં પહોંચવા એલઓસીને પાર કરીને આતંકવાદી બનવા આ પાંચ યુવાનોની માનસિકતા પર અસર થઈ ન હતી. હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદી બનવા માટે ઘરેથી ભાગી ગયેલા પાંચ કિશોરોને ઉત્તર કાશ્મીરમાં એલઓસીને અડીને આવેલા ઉરી સેક્ટરમાં સમય જતાં સુરક્ષા દળોએ પકડ્યો હતો.

(10:20 pm IST)