Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

યુ.એસ.સેનેટર તરીકે ચૂંટણી લડી રહેલા સ્ટેટ રિપ્રેઝન્ટેટીવ શ્રી નિરજ અંતાણીને ગવર્નર તથા લેફટ ગવર્નરના સમર્થન

મોન્ટગોમેરીઃ યુ.એસ.સેનેટર તરીકે ૬ઠ્ઠા લેજીસ્લેટીવ ડીસ્ટ્રીકટમાંથી ચૂંટણી લડી રહેલા સ્ટેટ રીપ્રેઝન્ટેટીવ ઇન્ડિયન અમેરિકન શ્રી નિરજ અંતાણીને તાજેતરમાં ર મહત્વના અધિકારીઓના સમર્થન મળ્યા છે. જેમાં ગવર્નર માઇક ડે વાઇન તથા લેફટ ગવર્નર જોેન હસ્ટેડનો સમાવેશ થાય છે. જેઓએ શ્રી અંતાણીની કોમ્યુનીટી સેવાઓને બિરદાવી હતી.

ઉલ્લેખનીય છે કે શ્રી અંતાણીએ ડીવાઇનને ૨૦૧૮ની સાલમાં મોન્ટગોમેરી કાઉન્ટી ચેર માટે સમર્થન આપ્યુ હતું

(9:05 am IST)