Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

કેરોના વાયરસને કારણે ચીનમાં ભારતીયોના સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરાઇ : વિદેશ મંત્રાલય

બેઇજિંગમાં ભારતના રાજદૂત ચીન સરકારના સંપર્કમાં

નવી દિલ્હી : કોરોના વાયરસ સંક્રમણના કારણે ચીનમાં રહેલા ભારતીય નાગિરકો મુદ્દે મંગળવારે વિદેશ મંત્રાલયએ નિવેદન આપ્યું હતું કે ભારતીયોના સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેમજ પ્રભાવિત વિસ્તારોમાં સ્થળાંતરની પ્રક્રિયા શરૂ છે. બેઇજિંગમાં ભારતના રાજદૂત ચીન સરકારના સંપર્કમાં છે. ભારતીય રાજદૂત અધિકારી નાગરિકો સાથે સંપર્કમાં છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરા, અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, સાવરકુંડલા સહિતના જિલ્લાઓના વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયા છે. જેને લઇને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, વિદેશ મંત્રાલય સતર્ક છે. આ વિદ્યાર્થઓના પરિવારજનોએ વહેલી તકે સ્વદેશ પરત ફરવાની વ્યવસ્થા કરાવવા માગણી કરી છે.

(7:40 pm IST)