Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન સોનાની આયાત 7 ટકા ઘટીને 23 અબજ ડોલર રહી

નવી દિલ્હી : ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી ડિસેમ્બરના ગાળામાં સોનાની આયાત 6.77 ટકા ઘટીને 23 અબજ ડોલર થઈ છે. વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2018-19ના સમાન ત્રિમાસિક ગાળામાં પીળી ધાતુની આયાત 24.73 અબજ ડોલર રહી છે. સોનાની ઓછી આયાતથી દેશને વેપારમાં નુકસાન ઓછું કરવામાં મદદ મળી છે. સમીક્ષા હેઠળના સમયગાળામાં તે 118 અબજ ડોલર હતું, જે એક વર્ષ અગાઉ 2018-19ના એપ્રિલ-ડિસેમ્બર સમયગાળામાં 148.23 અબજ ડોલર હતું.

(7:05 pm IST)