Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

૧ ફેબ્રુઆરીથી અનેક વસ્તુઓમાં ફેરબદલઃ ખિસ્સા ઉપર અસર કરશે

નવી દિલ્હી: એક ફેબ્રુઆરી 2020ના રોજ કેન્દ્ર સરકાર સામાન્ય બજેટ રજૂ કરશે. આ બજેટમાં એકવાર આવકવેરા છૂટને વધારવાની આશા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2020-21ના બજેટમાં તમારા માટે ઘણી મોટી રાહતોની જાહેરાત કરી શકે છે. જોકે એક ફેબ્રુઆરીથી એવી વસ્તુઓ બદલાઇ રહી છે જે તમારા ખિસ્સા પર અસર નાખશે. આવો જાણીએ આ ફેરફારો વિશે.

LICની 23 પોલિસી બંધ થઇ જશે

ભારતીય જીવન વિમા નિગમ 31 જાન્યુઆરી 2020ના રોજ પોતાની 23 પોલીસીઓ બંધ કરી રહ્યા છે. ભારતીય વિમા નિયામક તથા વિકાસ ઓથોરિટી (IRDAI)એ નવેમ્બર 2019માં જીવન વિમા કંપનીઓએ તે લાઇફ ઇંશ્યોરન્સ અને રાઇડર્સને બંધ કરવા માટે કહ્યું હતું જે નવા પ્રોડક્ટ ગાઇડલાઇન્સના અનુરૂપ ન હતા. આ પહેલાં આ કંપનીઓને આ પ્રોડક્ટને પરત લેવાની અંતિમ તારીખ 30 નવેમ્બર 2019 આપવામાં આવી હતી, જેને 31 જાન્યુઆરી સુધી વધારી દેવામાં આવી છે. જોકે એલઆઇસીએ ઘણી નવી પોલીસીઓ લોન્ચ કરવાની વાત કહી છે.

બેન્કકર્મી પોતાની માંગોને લઇને હડતાળ પર રહેશે

બેન્ક કર્મચારીઓએ પોતાની માંગોને લઇને 1 ફેબ્રુઆરીના રોજ હડતાળ પર રહેવાની જાહેરાત કરી છે. કર્મચારીઓએ હડતાળને લઇને પુરૂ શિડ્યૂલ જાહેર કર્યું છે. તેના હેઠળ પહેલા તબક્કામાં કર્મચારી બે દિવસની હડતાળ કરવા જઇ રહ્યા છે. જે દિવસે નાણામંત્રી દેશનું બજેટ રજૂ કરશે, આ દરમિયાન પરણ બેન્કકર્મી હડતાળ પર રહેશે.

WhatsApp ને લઇને થયા ફેરફાર

1 ફેબ્રુઆરીથી જૂના એન્ડ્રોઇડ અને આઇઓએસ ઓપરેટિંગ સિસ્ટમવાળા સ્માર્ટફોનમાં WhatsApp સપોર્ટ નહી કરશે. WhatsApp એ ગત વર્ષે આ વાતની  જાહેરાત કરી હતી 1 ફેબ્રુઆરી 2020થી IOS8 અને તેનાથી જૂના વર્જનમાં WhatsApp નહી ચાલે. તો બીજી તરફ એન્ડ્રોઇડના 2.3.7ના વર્જનમાં પણ WhatsApp નહી ચાલે. તેના લીધે યૂજર્સ WhatsApp પર નવું એકાઉન્ટ બનાવી શકશો નહી. સાથે જ WhatsApp એકાઉન્ટને વેરિફાઇથી પણ કરી શકશો નહી.

ઘણી વસ્તુઓ થશે મોંઘી

સરકારે પોતાના ખજાનાને ધ્યાનમાં રાખતાં 1 ફેબ્રુઆરી 2020ના રોજ રજૂ થઇ રહેલા બજેટમાં ઘણી વસ્તુઓ પર GST વધારી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ વખતે બજેટમાં સરકાર ઇંપોર્ટ ડ્યૂટી વધારવાનો નિર્ણય કરે છે તો પછી ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ ગુડ્સ, કેમિકલ્સ અને હેન્ડીક્રાફ્ટ આઇટમને મોંઘી તહઇ શકે છે. આ સાથે જ મોબાઇલ ફોનની કિંમતોમાં પણ સામાન્ય વધારો થઇ શકે છે.

(4:50 pm IST)