Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

સરપંચે પોતાની ખુરસી પર બેસાડી કારભૈરવની મૂર્તિ, પોતે નીચે બેસશે

જયપુર તા. ૨૯ : રાજસ્થાનના સિરોહી જિલ્લાના રેવદર ગામમાં પંચાયતની ચૂંટણી પછી નવા બનેલા સરપંચજી જયારે પદભાર ગ્રહણ કરવા આવ્યા ત્યારે તેમણે જે કર્યું એ જોઈને બધા દંગ રહી ગયા હતા. આ સરપંચસાહેબે ઘોષણા કરી હતી કે તેમના પાંચ વર્ષના કાર્યકાળ દરમ્યાન તેઓ કદી સરપંચની ખુરસી પર નહીં બેસે. એને બદલે તેમણે કાળ ભૈરવની તસવીરને ચેર પર બિરાજમાન કરી દીધી હતી. સરપંચનું કહેવું છે કે તે રોજ જમીન પર પાથરેલી જાજમ પર બીજા પંચોની સાથે બેસીને જ કાર્યાલયનું કામકાજ સંભાળશે, એટલું જ નહીં જો તેઓ ઓફિસ ન આવે તો અહીંના કર્મચારીઓએ ખુરસી પર બિરાજમાન કાળલૈરવની સવાર-સાંજ આરતી કરવાની રહેશે. (

(3:57 pm IST)