Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

૧૩ વર્ષની છોકરીના પેટમાંથી ડોકટરે કાઢયા અડધો કિલો વાળ ને શેમ્પૂના ખાલી પાઉચ

ચેન્નાઇ તા. ૨૯ : તામિલનાડુના કોઇમ્બતુરની સિટી હોસ્પિટલમાં ૧૩ વર્ષની છોકરીને પેટમાં દુખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. છોકરી સાતમા ધોરણમાં ભણતી હતી અને તેને છેલ્લા ઘણા મહિનાથી પેટમાં દુખતું હતું. જયારે પીડા અસહ્ય થઈ ગઈ ત્યારે તેણે પેરન્ટ્સને ફરિયાદ કરતાં તેને ડોકટર પાસે લઈ જવાઈ. ડોકટરે પીડાનું કારણ સમજવા એન્ડોસ્કોપી કરી તો ખબર પડી કે પેટમાં કશુંક ફસાયેલું છે.

અલબત્ત, ડોકટરે પેટમાં ફસાયેલી ચીજને બહાર કાઢવા માટે સજરી કરી તો એમાંથી ધીમે-ધીમે કરતાં જે ચીજો નીકળતી ગઈ એ ચોંકાવનારી હતી. તેના પેટમાંથી ડોકટરોએ લગભગ અડધો કિલોથી વધુનો વાળનો ગુચ્છો અને ખાલી શેમ્પૂના પાઉચ કાઢ્યાં હતાં. જયારે તેની કડક પૂછતાછ કરી ત્યારે ખબર પડી કે નજીકના સંબંધીના મૃત્યુના આઘાત પછી તે મેન્ટલી તૂટી ગઈ હતી અને વાળ, શેમ્પૂના પડીકાં અને જે હાથમાં આવે એ નકામી ચીજો ખાઈ જતી હતી.

(3:56 pm IST)