Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ભાજપ સાંસદ પ્રવેશ વર્માએ કેજરીવાલને આતંકી અને નકસલી ગણાવ્યા

નવી દિલ્હી, તા.૨૯: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા વિવિધ પાર્ટીઓના નેતાઓ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. શાહીનબાગની તુલના પાકિસ્તાન સાથે કર્યા બાદ ભાજપ સાસંદ પ્રવેશ વર્માએ અરવિંદ કેજરીવાલને આતંકવાદી અને નકસલી ગણાવ્યા છે. વર્માએ જણાવ્યું કે, જેમ નકસલી અને આતંકવાદી સરકારી સંપત્ત્િ।ને નુકસાન પહોંચાડે છે તે જ કામ દિલ્હીના મુખ્યમંત્રી પણ કરી રહ્યા છે.

પશ્ચિમ દિલ્હીના ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ શાહીનબાગ બાદ હવે કેજરીવાલ પર નિશાન તાકયું છે. તેમણે જણાવ્યું હતું કે, આતંકવાદી અને નકસલી દેશને નુકશાન પહોંચાડે છે. રોડને તોડે છે સરકારી સંપત્તિને નુકશાન પહોંચાડે છે તે જ કામ મુખ્યમંત્રી કેજરીવાલ પણ કરી રહ્યા છે.

ભાજપ સાંસદે ટ્વિટર પર લખ્યું હતું કે, આજે સવારે એક નંબર પરથી મને ધમકી મળી હતી. હું દિલ્હી પોલીસને આ મામલે ફરિયાદ કરવા જઈ રહ્યો છું. પવન વર્મા શાહીનબાગ પર વિવાદાસ્પદ નિવેદનને કારણે ખૂબ જ ચર્ચામાં છે.

(3:50 pm IST)