Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

અમેરિકામાં કોરોના વાઇરસનો એક કેસ નોંધાયો : દર્દીને આઇ સી યુ વોર્ડમાં રાખી રોબોટ દ્વારા સારવાર ચાલુ

ન્યુજર્સી : યુ.એસ.ના ન્યુજર્સીના હેલ્થ ડિપાર્ટમેન્ટના જણાવાયા  મુજબ  હેકનસેક યુનિવર્સીટી મેડિકલ સેન્ટરમાં દાખલ કરાયેલ 25 વર્ષીય મહિલા કોરોના વાઇરસ ચેપથી મુક્ત જણાઈ છે.જેને ગુરુવારે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી તથા તમામ પ્રકારના રિપોર્ટ લેવાયા હતા.જોકે હોસ્પિટલ સંચાલકોએ મહિલાનું નામ તેની પ્રાઇવસી જાળવવા માટે જાહેર કર્યું નથી.
આ દરમિયાન જાણવા મળતી વિગત મુજબ ટેક્સાસમાં પણ વુહાનથી આવેલા સ્ટુડન્ટ્સને સાવચેતીના પગલાં રૂપે હોસ્પિટલમાં દાખલ કરાયો છે તથા તેના રિપોર્ટ લેવાની અને ચકાસવાની કામગીરી ચાલુ છે.
અત્યાર સુધીમાં અમેરિકામાં કોરોના વાઇરસનો એક કેસ નોંધાયો છે. જે મુજબ  સિટલનો એક નાગરિક ચીન ગયા પછી પરત આવતા તેના શરીરમાં કોરોના વાઇરસના જંતુઓ જોવા મળ્યા છે.તેને આઇ સી યુ માં રાખવામાં આવ્યો છે.તથા રોબોટના માધ્યમથી તેની સારવાર કરાઈ રહી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને અત્યાર સુધી વિશ્વ સ્તરીય ઇમર્જન્સી જાહેર કરી નથી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ દ્વારા કોરોના વાઇરસથી રક્ષણ માટે રસી શોધાઈ રહી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:49 pm IST)