Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ડેબીટ કાર્ડ પર બંધ થઇ શકે છે એમડીઆર ચાર્જીસ

નવી દિલ્હી, તા., ર૯: કેન્દ્ર સરકાર દેશમાં ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં મોટી જાહેરાત કરી શકે છે. સરકાર ડીજીટલ લેવડ દેવડમાં ડેબીટ કાર્ડ પર લાગતા મર્ચન્ટ ડીસ્કાઉન્ટ રેટ એટલે કે એમડીઆર નામનો ચાર્જ બંધ કરવાનો નિર્ણય લઇ શકે છે.

સુત્રોએ જણાવ્યું છે કે આ નવા નિર્ણયથી સરકારી ખજાના પર બેથી અઢી હજાર કરોડ રૂપીયાનો વધારાનો બોજ પડવાની શકયતા છે. નવી વ્યવસ્થા મુજબ આ રકમ રીઝર્વ બેંક અને બેંકોએ મળીને ભોગવવી પડશે. મળી રહેલી માહીતી અનુસાર, સરકાર નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા અને રીઝર્વ બેંક સાથે મળીને નવો રસ્તો કોઢવા બાબતે વિચારણા કરી રહી છે. દેશમાં રૂ પે ડેબીટકાર્ડ અને યુનીફાઇડ પેમેન્ટસ ઇન્ટરફેઝ એટલે કે યુપીઆઇ દ્વારા કરવામાં આવતી લેવડ દેવડ પરના ચાર્જ પહેલા જ હટાવી ચુકી છે.

સરકારે દેશમાં રૂ પે ડેબીટ કાર્ડ અને યુપીઆઇ દ્વારા થતી લેવડ-દેવડને આ મહિને જ ચાર્જ લેસ કરી દીધી છે. જો કે આ નિર્ણયથી સરકારને ઇન્ડસ્ટ્રી તરફથી નારાજગી ઝેલવી પડે છે.

(1:11 pm IST)