Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

મહારાષ્ટ્રના રાજકારણમાં કંઇક રંધાય છે?

ઉદ્ઘવજી હવે ફડણવીસ-ગડકરીની નજીક શા માટે જઇ રહ્યા છે? ભારે ચર્ચા

મુંબઇ, તા.૨૯: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ એક કાર્યક્રમ દરમિયાન પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપ નેતા નીતિન ગડકરીની પ્રશંસા કરી. બંને નેતાઓને રાજયના વિકાસ માટે કરેલા કામોને લઇને પ્રશંસા કરી.

ઉલ્લેખનીય છે કે દ્યણા લાંબા સમય સુધી સાથે રહેલ ભાજપથી અલગ જઇને શિવસેનાએ વિરોધાભાસી વિચારધારાવાળા કોંગ્રેસ-NCP સાથે સરકાર બનાવી લીધી. જો કે હવે ઉદ્ઘવ ઠાકરેના નિવદેનથી ફરી અટકળોનું બજાર ગરમ જોવા મળી રહ્યું છે.

નાગપુર મેટ્રોની એકવા લાઇનનું ઉદ્ઘાટન માટે વીડિયો કોન્ફરન્સથી સંબોધન કરી રહેલા રાજયના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસ અને નીતનિ ગડકરી માટે રાજયના વિકાસ માટે ભરેલા પગલા માટે પ્રશંસા કરી.

ઉદ્ઘવ ઠાકરેએ કહ્યું કે અમે સરકાર સાથે જોડાયેલા હતા. અમે ભલે એક ટ્રેનમાં નહોતા પરંતુ આજે અમે એક સ્ટેશન પર ઉભા છીએ. રાજકારણમાં જયારે કોઇ કામના શ્રેયની વાત આવે છે તો એક નેતા ત્યાં સુધી નેતા નથી હોતો જયાં સુધી તે શ્રેય ન લે, પરંતુ હું નમ્રતાથી કહેવા માગુ છુ કે અમને શ્રેય નહીં, લોકોનો આશીર્વાદ જોઇએ.

ઉલ્લેખનીય છે કે શિવસેનાએ ભાજપથી અલગ રસ્તે જઇ કોંગ્રેસ અને NCP સાથે સરકાર બનાવી લીધી હતી. જો કે કેટલાંક મુદ્દાઓ પર શિવસેનાનો બંને પાર્ટીઓ સાથે અલગ વિચારધારાના કારણે ટકરાવ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉદ્ઘવ ઠાકરેની ફડણવીસની પ્રશંસાને લઇને રાજયના રાજકારણમાં અટકળો ફરી તેજ થઇ ગઇ છે.

(1:10 pm IST)