Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

રામ મંદિરની સુનાવણી ટાળનારા જજોના ઘરે હલ્લાબોલ કરે સાધુ સંતો

આરએસએસના નેતા ઇદ્રેશ કુમારે એકવાર ફરી રામ મંદિર નિર્માણ પર સુપ્રિમ કોર્ટના જજો પર ટીપ્પણી કરી

નવીદિલ્હી,તા.૨૯: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના નેતા ઇદ્રેશ કુમારે એકવાર ફરી રામ મંદિર નિર્માણને લઇ મોટું નિવેદન આપ્યું છે અલીગઢમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે સાધુ સંતોને રામ મંદિરની સુનાવણી કરનારા જજોના ઘરે હલ્લાબોલ કરવો જોઇએ.એ યાદ રહે કે આ પહેલા પણ સુપ્રીમ કોર્ટના જજોને લઇ ઇદ્રેશકુમાર ટીપ્પણી કરી ચુકયા છે.

અલીગઢના ડીએસ કોલેજમાં થયેલ ભારત ની એકતા અને અખંડતતાની સમક્ષ પડકારો કાર્યક્રમમમાં તેમણે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિધ્ધુ અને બોલીવુડ અભિનેતા નસીરૂદ્દીન શાહ આમિર ખાનને પણ નિશાન પર લીધા હતાં.

ઇદ્રેશકુમારે અહીં નવજોત સિંહ સિધ્ધુની સરખામણી જયચંદથી કરી હતી તો નસીરૂદ્દીન શાહ અને આમિર ખાનની સરખામણી મીર ઝફરથી કરી હતી.તેમણે કહ્યું કે અમે દેશમાં કસાબ,યાકુબ અને ઇશરત જહાં જેવા મુસલમાનો ઇચ્છતા નથી અમારે ઇચ્છીએ છીએ કે કલામના માર્ગે ચાલનારા મુસલમાન હોય.

રામ મંદિર મુદ્દા પર તેમણે કહ્યું કે મામલાન ેટાળવા માટે મુખ્ય રીતે કોંગ્રેસ જવાબદાર છે. ત્યારબાદ ડાબેરી કટ્ટરપંથી શક્તિઓ અને જજ પણ જવાબદાર છે. તેમણે કહ્યું કે સંતોને કોંગ્રેસ ડાબેરી સુપ્રીમ કોર્ટના જજોના ઘરે ધરણા આપવા જોઇએ. સંઘ નેતાએ અપીલ કરી કે સરકાર આ મુદ્દા પર કાનુન બનાવવા માટે સંસદમાં ચર્ચા કરે નહીંતર અધ્યાદેશ લાવી તાકિદે મંદિરનું નિર્માણ કરાવે

એ યાદ રહે કે રામ જન્મભૂમિ બાબરી મસ્જિદનો મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં છે સુપ્રીમ કોર્ટમાં ૨૯ જાન્યુઆરીએ મામલાની સુનાવણી થનાર હતી પરંતુ ન્યાયમૂર્તિ બોબડેના રજા પર જવાને કારણે મામલાની સુનાવણી ટાળી દેવામાં આવી હતી હાલએ નક્કી નથી કે આગામી સુનાવણી કયારે થશે.સુનાવણી ટાળી દીધા બાદ સાધુ સંત સમાજમાં રોષ છે સંતોનું કહેવુ છે કે સુપ્રીમ કોર્ટને તાકિદે મામલાની સુનાવણી કરવી જોઇએ જયારે કાનુન મંત્રી રવિશંકર પ્રસાદે પણ કોર્ટને અપીલ કરી છે કે આ મામલા અનેક વર્ષોથી લટકેલ છે આવામાં તાકિદે તેનો ઉકેલ લાવવો જોઇએ.

(3:56 pm IST)