Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

અવિવાહિત મહિલાઓમાં ૧ દાયકામાં કોન્ડોમનો ઉપયોગ છ ગણો વધ્યો

નેશનલ ફેમીલી હેલ્થ સર્વેનો રિપોર્ટઃ ૧૦ વર્ષમાં આવી મહિલાઓમાં કોન્ડોમના ઉપયોગ કરવાનો આંકડો ર ટકાથી વધી ૧ર ટકા થઇ ગયોઃ ર૦ થી ર૪ વર્ષ વચ્ચેની સેકસ્યુઅલી એકટીવ અવિવાહિત મહિલાઓની વચ્ચે કોન્ડોમનો સૌથી વધુ ઉપયોગ થાય છેઃ સર્વેમાં ૬૧ ટકા પુરૂષોએ કોન્ડોમ ઉપર વ્યકત કર્યો ભરોસો

નવી દિલ્હી તા.ર૯ : હવે ભારતમાં પણ મોટી સંખ્યામાં અવિવાહીત અને સેકસ્યુઅલી એકટીવ મહિલાઓ સુરક્ષિત સેકસને મહત્વ આપી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કરવામાં આવેલા નેશનલ ફેમીલી હેલ્થ સર્વે ર૦૧પ-૧૬ અનુસાર ૧પ થી ૪૯ વર્ષની અપરિણિત મહિલાઓ કે જેઓ સેકસ્યુઅલી એકટીવ છે તેમની વચ્ચે છેલ્લા ૧૦ વર્ષમાં કોન્ડોમનો ઉપયોગ ર ટકાથી ૧ર ટકા થઇ ગયો છે. ર૦ થી ર૪ વર્ષની વયની સેકસ્યુઅલી એકટીવ અવિવાહીત યુવતીઓ વચ્ચે કોન્ડોમનો સૌથી વધુ ઉપયોગ થાય છે. આ સર્વેની વાત માનીએ તો ૮માંથી ૩ પુરૂષોનું માનવુ છે કે ગર્ભનિરોધક મહિલાઓની જવાબદારી છે અને આનાથી પુરૂષોને કોઇ લેવા-દેવા નથી.

જો કે અહી સારી બાબત એ છે કે ૧પ થી ૪૯ વર્ષની દેશની ૯૯ ટકા પરણિત મહિલાઓ અને પુરૂષોને ગર્ભનિરોધકના ઓછામાં ઓછી એક રીતની માહિતી જરૂર છે પરંતુ આ માહિતીનું સ્થાનાંતરણ સુરક્ષિત સેકસના સ્વરૂપમાં વિસ્તૃતરૂપથી નથી થયુ.

દેશમાં ૧પ થી ૪૯ વર્ષની વચ્ચેની પરણિત મહિલાઓની વચ્ચે કોન્સ્ટ્રસેપ્ટિવ પ્રિવલેન્સ રેટ એટલે કે ગર્ભનિરોધક પ્રચાર દર લગભગ પ૪ ટકા છે જેમાંથી માત્ર ૧૦ ટકા જ મહિલાઓ એવી છે જે ગર્ભનિરોધક રીતે આધુનિક રીતભાતનો ઉપયોગ કરે છે. મોટી સંખ્યામાં મહિલાઓ હજુ પણ ગર્ભનિરોધ માટે સદીઓ જુની રીત જેમ કે માસિક ધર્મઆવર્તન એટલે કે સંબંધ વિક્ષેપ પર નિર્ભર છે. ગર્ભનિરોધક આધુનિક રીતોની વાત કરીએ તો તેમાં કોન્ડોમ, મહિલાઓ અને પુરૂષોની નસબંધી, ગર્ભનિરોધક ગોળીઓ અને આઇઓડી સામેલ છે.

નેશનલ ફેમીલી હેલ્થ સર્વે અનુસાર રપ થી ૪૯ વર્ષની મહિલાઓ ગર્ભનિરોધક પર પોતાની નસબંધીને મહત્વ આપે છે અને મહિલાઓની નસબંધી દેશભરમાં ગર્ભનિરોધની સૌથી પ્રચલિત રીત છે. સર્વેનું માનીએ તો એક ટકાથી પણ ઓછી મહિલાઓએ ઇમરજન્સી કોન્ટ્રસેપ્ટિવ પીલના ઉપયોગની વાત સ્વીકારી હતી.

આ સર્વેમાં ૬૧ ટકા પુરૂષોએ કોન્ડોમ ઉપર ભરોસો વ્યકત કર્યો હતો અને સ્વીકાર્યુ હતુ કે આનો જ યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો અવાંચ્છીત પ્રેગ્નેન્સીથી સુરક્ષા મળે છે. જયારે રપ ટકા પુરૂષોનું કહેવુ છે કે જો કોન્ડોમનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો અનેક વખત પ્રેગ્નેન્સીથી સુરક્ષા મળે છે.

દેશભરમાં ગર્ભનિરોધની રીતનો સૌથી ઓછો ઉપયોગ મણીપુર, બિહાર અને મેઘાલયમાં થાય છે ત્યાં ટકાવારી માત્ર ર૪ ટકા છે તો ગર્ભનિરોધકોનો ઉપયોગ કરવાની યાદીમાં ૭૬ ટકા સાથે પંજાબ પ્રથમ છે. (૩-૫)

(11:40 am IST)