Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

૧૧ રાજયોની નીચલી અદાલતોમાં માત્ર ૧ર ટકા જ ઓબીસી જ્જઃ કાનૂન મંત્રાલયનો ડેટા

નવી દિલ્હી : અદાલતોમાં ઓબીસી અને અન્ય પછાત જાતિઓના જ્જોની સંખ્યા તેમની વસ્તીના પ્રમાણમાં ઘણી ઓછી છેઃ ઓબીસી સમુદાયના જ્જોની ભાગીદાર દેશની નીચલી અદાલતોમાં ૧ર ટકાથી પણ ઓછી છેઃ જયારે વસ્તી આનાથી ઘણી વધુ છેઃ કાનૂન મંત્રાલયના ડેટાથી મળી માહિતીઃ નીચલી અદાલતો જેમાં જિલ્લા અદાલત પણ સામેલ છે ત્યાં દલિતોની ભાગીદારીમાં વૃધ્ધિ થઇ છેઃ દલિત સમુદાયના ૧૪ ટકા અને આદિવાસી વર્ગના ૧ર ટકા જ્જ અત્યારે નીચલી અદાલતોમાં છેઃ જે ૧૧ રાજયોના ડેટા આવ્યા છે ત્યાંના ૩૯૭૩ જ્જોની સંખ્યાના આધાર પર આ ટકાવારી મળી છે.

(11:38 am IST)