Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

કૃષિ કાયદા પર વાતચીત માટે ૩૦ ડિસેમ્બરે ખેડૂતોને સરકારનું તેડું

નવા કૃષિ કાયદા પર ખેડૂતો અને સરકાર વચ્ચેની મડાગાંઠ યથાવત : ખેડૂત સંગઠનો કૃષિ કાયદાને પાછા લેવાની માગ પર મક્કમ, સરકારે ખેડૂત સંગઠનોને ફરી વાતચીત માટે બોલાવ્યા : આંદોલનના અંતની સેવાતી આશા

નવી દિલ્હી, તા. ૨૮ : નવા કૃષિ કાયદાને લઈને સરકાર અને ખેડૂત સંગઠનોની વચ્ચેની મડાગાંઠ હજુ ઉકેલાઈ નથી ખેડૂત સંગઠનો કૃષિ કાયદાને પાછા લેવાની માગ પર મક્કમ છે, જ્યારે સરકાર વારંવાર વાતચીત માટે કહી રહી છે દરમિયાન સરકારે ખેડૂત સંગઠનોને ૩૦ ડિસેમ્બરે ફરી એક વખત વાતચીત માટે આમંત્રિત કર્યા છે.

કૃષિ મંત્રાલયના સચિવ સંજય અગ્રવાલે સંયુક્ત કિસાન મોરચાને પત્ર લખીને વાતચીત માટે આમંત્રિત કર્યા છે. અગ્રવાલે પત્રમાં લખ્યું કે, 'સંયુક્ત કિસાન મોરચા તરફથી ૨૬ ડિસેમ્બરે મોકલાયેલા ઈમેલમાં ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ અને ભારત સરકાર સાથે આગામી બેઠક માટે સમય સૂચિત કરાયો છે. અનુરોધ છે કે, ૩૦ ડિસેમ્બર ૨૦૨૦એ બપોરે વાગ્યે વિજ્ઞાન ભવનમાં કેન્દ્રીય મંત્રી સ્તરીય સમિતિની સાથે સર્વમાન્ય સમાધાન હેતુ બેઠકમાં ભાગ લે.'

કેન્દ્ર સરકાર તરફથી લખાયેલી પત્રમાં કહેવાયું છે કે, બેઠકમાં ત્રણ કૃષિ કાયદા અને એમએસપીની ખરીદ વ્યવસ્થાની સાતે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર) અને આસપાસના ક્ષેત્રોમાં વાયુ ગુણવત્તા મેનેજમેન્ટ માટે વટહુકમ, ૨૦૨૦ તેમજ વિદ્યુત સંશોધન બિલ, ૦૨૦માં ખેડૂતોથી સંબંધિત મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે અત્યાર સુધીમાં તબક્કાની વાતચીત થઈ ચૂકી છે, પરંતુ હાલ કોઈ નક્કર પરિણામ બહાર આવ્યું નથી. એવામાં ૩૦ ડિસેમ્બરે થનારી વાતચીતને લઈને સકારાત્મક આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ખેડૂત સંગઠનો નવા કૃષિ કાયદાની સામે છેલ્લા એક મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને દિલ્હીની અલગ-અલગ સરહદો રોકીને ધરણાં કરી રહ્યા છે.

નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોને કેન્દ્ર સરકારે ૩૦ ડિસેમ્બરે આગળના તબક્કે વાટાઘાટો માટે તેડૂ મોકલ્યુ છે. કેન્દ્રિય કૃષિ સચિવે સોમવારે અંગે માહિતી આપતા કહ્યું હતું કે, સરકાર મુદ્દાને ઉકેલવા માટે પ્રતિબદ્ધ છે. કેન્દ્રના આમંત્રણ પત્રના જવાબમાં ખેડૂત આગેવાનોએ ૨૯ ડિસેમ્બરે વાતચીત કરવાની રજૂઆત કરી હતી. કૃષિ સચિવના જણાવ્યા મુજબ તમામ ખેડૂતો સંગઠનોને ૩૦ ડિસેમ્બર બપોરે વાગ્યે બોલાવવામાં આવ્યા છે. ખેડૂતો સાથે ચર્ચાના દિવસ પહેલા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, રેલવે મંત્રી પીયુષ ગોયલ અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી પહેલા કેન્દ્ર સરકાર અને આંદોલનકારી ખેડૂતોના આગેવાનો વચ્ચે નવા કૃષિ કાયદાઓને લઇને તબક્કામાં વાટાઘાટો થઇ ચૂકી હતી, જે તમામ અનિર્ણાયક સાબિત થઇ હતી. ખેડૂતો એક મહિનાથી પણ વધુ સમયથી દિલ્હીની અલગ-અલગ સરહદો પર નવા કૃષિ કાયદાઓને રદ કરવાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે, જ્યારે સરકાર નવા કૃષિ કાયદાઓને રદ કરવાના હકમાં નથી. સરકાર મુદ્દે કાયદાઓમાં સુધારાની રજૂઆત કરી ચૂકી છે, પરંતુ ખેડૂત આગેવાનો કાયદાઓ રદ કરવાની માંગ પર અડગ છે.

(7:30 pm IST)