Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

એશિયન ગ્રેનિટો ઇન્ડિયા ૧૨૦ દેશોમાં નિકાસ કરશે

કોવિડ-૧૯ની અસરો છતાં કંપની પ્રગતિના પંથે

મુંબઇ, તા.૨૮: ભારતની અગ્રણી ટાઈલ્સ બ્રાન્ડ્સમાં સ્થાન ધરાવતી એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ (એજીઆઈએલ) વર્તમાન નાણાંકીય વર્ષમાં નિકાસ વેપારમાં પ્રચંડ વૃદ્ઘિની આશા રાખી રહી છે. ચીન વિરોધી માહોલ, ગેસની કિંમતોમાં દ્યટાડો અને અમેરિકા, યુરોપ, યુકે તથા મધ્ય પૂર્વના દેશોમાંથી નિકાસના મોટા ઓર્ડર્સના પગલે વર્તમાન નાણાંકીય વર્ષમાં નિકાસ વેપારમાં વધારો થઈ રહ્યો છે અને આગામી કેટલાક મહિનામાં તે વધુ વેગ પકડે તેવી શકયતા છે. કંપની તેનું બિઝનેસ નેટવર્ક હાલના ૧૦૦ દેશોથી વધારીને ૧૨૦થી વધુ દેશોમાં વિસ્તારી રહી છે.

એશિયન ગ્રેનિટો ભારતની સંગઠિત કંપનીઓ પૈકી સૌથી મોટી નિકાસકાર છે. કંપનીની કન્સોલિડેટેડ નિકાસો નાણાંકીય વર્ષ ૨૦૨૦દ્ગક્ન પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કુલ આવકોના લગભગ ૧૩.૮ ટકા હતી જે નાણાંકીય વર્ષ ૨૦૨૧ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં વધીને ૧૭.૬ ટકા થઈ હતી. સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ પૂરા થતા પ્રથમ છ મહિનામાં કંપનીની નિકાસો રૂ.૮૩.૨ કરોડ થઈ હતી. વૈશ્વિક સિરામિક ટાઈલ્સના ઉત્પાદનમાં ભારત ૧૨.૯૦ ટકા હિસ્સા સાથે બીજા સ્થાને છે. સ્થાનિક બજારોમાં ગેસની કિંમતોમાં તાજેતરમાં થયેલા ઘટાડાના લીધે ભારતીય ટાઈલ્સ પ્રોડકટ્સ વિશ્વભરના બજારોમાં વધુ સ્પર્ધાત્મક બની છે અને તાજેતરમાં બનેલી વૈશ્વિક દ્યટનાઓને પગલે દુનિયાભરના વેપારમાં ભારતનો હિસ્સો નોંધપાત્ર રીતે વધે તેવી શકયતા છે.

(3:41 pm IST)