Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

એશિયાનું સૌથી ખુબસુરત પર્યટક સ્થળ બનશે અયોધ્યા

રામમંદિર જવા માટે બનશે પહોળા રસ્તાઓ

શહેરની અંદર ચાલશે ઇલેકટ્રીક કાર્ટ

અયોધ્યાઃ અયોધ્યાને એશિયાના સૌથી સુંદર પર્યટન સ્થળ તરીકે બનાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામમંદિરે જવાના રસ્તાઓ પહોળા બનાવવામાં આવશે. શહેરની અંદર પ્રવાસીઓ માટે ઇલેકટ્રોનીક કાર્ટ ચલાવવામાં આવશે. કાર માટે મલ્ટી લેવલ પાર્કિગ અને બસો માટે કેટલાય બસ સ્ટેશન બનાવવામાં આવશે. આખી અયોધ્યા સોલર સીટીના રૂપમાં વિકસીત કરવામાં આવશે. અયોધ્યાનો સંપુર્ણ વિકાસ હાઇટેક હશે સાથે જ તેમાં સંસ્કૃતિની છાપ પણ જોવા મળશે. આ બાબતે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે શનિવારે મીટીંગ પણ કરી હતી અને કહ્યું કે અયોધ્યાનો વિકાસ એવી રીતે કરવામાં આવે જેનાથી અહીં આવનારા પ્રવાસીઓને વિશ્વસ્તરીય સુવિધાઓ મળી શકે. રામનગરીને વિશ્વસ્તરીય મેગા સ્માર્ટ સીટી અને એશિયાના દિવ્ય પર્યટન કેન્દ્રના રૂપમાં વિકસીત કરવા માટે જાહેરાત બહાર પાડીને સલાહકારોને આમંત્રિણ કરવામાં આવ્યા છે.

(2:59 pm IST)