Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

WHOએ આપી ચેતવણી

કોરોના વાયરસને અંતિમ મહામારી ના સમજવીઃ માણસે સાચવવું જરૂરી

પ્રકોપ સામે લડવા માટે રૂપિયા ફેંકવામાં આવે છે પણ રૂપિયા ખતમ થઈ જાય તો ચિંતા પણ મટી જાય છેઃ ચિંતા કરવી જરૂરી

જીનેવા,તા. ૨૮: WHOના વડા ટેડ્રોસ અધાનોમે કહ્યું કે, કોરોના વાયરસથી ઉભી થયેલી આફત છેલ્લી મહામારી નથી. આ સિવાય તેમણે કહ્યું કે, કલાઈમેટ ચેન્જ અને પશુ કલ્યાણ વગર માણસોનું સ્વાસ્થ્ય વધારે સારું બનાવવાનો પ્રયાસ કરવો એટલે આપણે 'ગુનેગાર' છીએ. કોરોના વાયરસ જેવી મહામારી ભવિષ્યમાં ફરી લડવા માટે આપણે તૈયાર રહેવાની જરુર છે તે વિશે પણ તેમણે જણાવ્યું. ટેડ્રોસે એક વીડિયો સંદેશમાં આ વાત કહી.

ટેડ્રોસે કહ્યું કે, આ કોરોના મહામારીથી બધાએ શીખવાની જરૂર હતી. તેમણે કહ્યું કે લાંબા સમયથી દુનિયા ગભરામણ અને ઉપેક્ષાના એક ચક્રમાં ચાલી રહી છે. તેમણે કહ્યું કે, 'આપણે કોઈ પ્રકોપ સામે લડવા માટે રુપિયા ફેંકીએ છીએ અને પછી જયારે તે પુરા થઈ જાય તો બધા તેને ભૂલી જાય છે. આગામી સ્થિતિને રોકવા માટે કશું નથી કરતા. આ ખતરનાક રીતે અદૂરદષ્ટિ છે અને સાફ રીતે સમજવું મુશ્કેલ છે.'

ધ ગ્લોબલ પ્રિપેર્ડનેસ મોનિટરિંગ બોર્ડે સપ્ટેમ્બર ૨૦૧૯જ્રાક્નત્ન પહેલા રિપોર્ટ કોરોના મહામારીના થોડા સમય પહેલા પ્રકાશિત થયો હતો. જેમાં કહેવાયું હતું કે આ દુખદ છે કે પૃથ્વી સંભવિત વિનાશકારી મહામારી માટે તૈયાર નથી.

આ બાબત કોરોના વાયરસ જે ગતિથી વધી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે આપણે તૈયાર નથી. માત્ર સરકાર કે વહીવટી તંત્ર જ નહીં પરંતુ નાગરિકોએ પણ આ બાબતે ગંભીર થવાની જરુર છે, કારણ કે એક ભૂલના કારણે હજારો લાખો લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકાઈ શકે છે.

ટેડ્રોસે કહ્યું કે, 'ઇતિહાસ સાક્ષી છે કે આ અંતિમ મહામારી નહીં હોય, મહામારી જીવનનું એક તથ્ય છે.' તેમણે કહ્યું કે, 'આ મહામારીએ માણસના સ્વાસ્થ્ય, પ્રાણીઓ અને પૃથ્વી વચ્ચે અંતરંગ સંબંધોને ઉજાગર કર્યો છે.'

તેમણે એ પણ કહ્યું કે, 'વ્યકિતનું સ્વાસ્થ્ય સારું બનાવવા માટે કોઈ પણ પ્રયાસ ત્યાં સુધી કરવામાં આવે છે કે જયાં સુધી માણસ અને પ્રાણીઓ વચ્ચે મહત્વપૂર્ણ ઈન્ટરફેસ પર કેન્દ્રી નથી થતા. જળવાયુ પરિવર્તનથી અસ્તિત્વનો ખતરો છે. આ આપણી પૃથ્વીને ઓછી રહેવા લાયક બનાવે છે.'

(9:42 am IST)