Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

'ગો કોરોના ગો'નું ઐતિહાસિક સૂત્ર લાવનારા રામદાસ આઠવલે નવું સૂત્ર લઈ આવ્યા 'નો કોરોના નો'

મુંબઇ,તા. ૨૮: કોરોનાની દેશમાં શરૂઆત થઈ ત્યારે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ 'ગો કોરોના, કોરોના ગો'નારો લગાવ્યો હતો. હવે જયારે કોરોનાનું નવું સ્ટેન સામે આવ્યું છે ત્યારે તેમણે કહ્યું છે કે, 'નો કોરોના, કોરોના નો'.

સામાજીક ન્યાય અને અધિકારિતા રાજયમંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે, પહેલાં મેં 'ગો કોરોના, કોરોના ગો'નો નારો આપ્યો અને હવે કોરોના જઈ રહ્યો છે. નવા કોરોના વાઈરસ સ્ટ્રેન માટે મેં 'નો કોરોના, કોરોના નો'નો નારો આપું છું.

ઉલ્લેખનિય છે કે, અઠાવલે પોતાના નિવેદનોને કારણે અલગ ઓળખ ધરાવે છે. ગત ઓકટોબર મહિનામાં તેઓ કોરોના સંક્રમિત થયાં હતા. હવે જયારે કોરોનાની નવી સ્ટેન સામે આવી છે ત્યારે અઠાવલેએ 'નો કોરોના, કોરોના નો'નવો નારો આપ્યો છે.

ઉલ્લેખનિય છે કે, કોરોના વાઈરસનો નવો સ્ટ્રેન સામે આવ્યો છે. જેના લીધે બ્રિટનના જુદાં-જુદાં ભાગોમાં ટીયર-૪ લોકડાઉન છે. જે કોરોના પર કાબૂ માટે સૌથી સર્વોચ્ચ સ્તર છે. લોકડાઉન સ્કોટલેન્ડ અને આયરલેન્ડમાં પણ શરૂ થઈ ચુકયું છે.

(9:41 am IST)