Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

બેંકે રિલાયન્સ કમ્યુનિકેશનના બેંક ખાતાઓ ફ્રોડ જાહેર કર્યા

અનિલ અંબાણી મુશ્કેલીમાં વધુ એક વધારો : બેન્કોના કન્સોર્શિયમે બેન્ક એકાઉન્ટને ફ્રોડ જાહેર કર્યું છે

નવી દિલ્હી, તા. ૨૭ : અનિલ અંબાણીના અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ ની અનેક કંપનીઓ વેચાઈ રહી છે, આવામાં તેમના માટે વધુ એક મોટી મુશ્કેલી ઊભી થઈ છે. બેક્નોના કન્સોર્શિયમે રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સના બેક્ન એકાઉન્ટને ફ્રોડ જાહેર કર્યું છે.

એક અગ્રણી ન્યુઝ એજન્સીના જણાવ્યાં મુજબ SBI, યુનિયન બેક્ન ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેક્ન સામેલ છે. ખબર મુજબ આ બેક્નોએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ટેલિકોમ લિમિટેડના બેક્ન એકાઉન્ટને પણ ફ્રોડ ગણાવ્યું છે. રિલાયન્સ ટેલિકોમ લિમિટેડ, RCom એટલે કે રિલાયન્સ કમ્યુનિકેશન્સની ૧૦૦ ટકા સબ્સિડરી છે.

અનિલ અંબાણીને આ ઝટકો એવા સમયે લાગ્યો છે કે જ્યારે તેમના ગ્રુપની કંપની રિલાયન્સ ઈન્ફ્રાટેલના રિઝોલ્યુશન પ્લાનને NCLTએ થોડા દિવસ પહેલા જ મંજૂરી આપી છે. અનિલ અંબાણીના મોટાભાઈ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયોએ રિલાયન્સ ઇન્ફ્રાટેલ માટે રિઝોલ્યુશન પ્લાન આપ્યો હતો. જેને NCLTએ મંજૂરી આપી.

રિયાયન્સ જિયો તરફથી અપાયેલા રિઝોલ્યુશન પ્લાન મુજબ રિલાયન્સ જિયો એક પ્રકારે રિલાયન્સ ઇન્ફ્રાટેલનું અધિગ્રહણ કરી લેશે અને રિલાયન્સ ઇન્ફ્રાટેલના દેશભરમાં ૪૩૦૦૦ ટાવર અને ૧૭૨૦૦૦ કિલોમીટર સુધી બીછાવવામાં આવેલા ફાઈબર લાઈન જિયોને મળી જશે.

(12:00 am IST)