Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

ઠેરઠેર બરફની ચાદર

માઉન્ટ આબુ થીજી ગયું: માઇનસ ૧ ડીગ્રી

માઉન્ટ આબુ, તા.૨૮: ગુજરાતીઓના ફેવરિટ ટુરિસ્ટ સ્પોટ એવા માઉન્ટ આબુમાં જબરજસ્ત ઠંડી પડી રહી છે. આ સીઝનમાં પહેલીવાર અહીં તાપમાન માઈનસ ૧.૫ પર પહોંચી જતાં ઠેર-ઠેર ઝાકળ બરફમાં ફેરવાઈ ગઈ છે. રસ્તા પર પાર્ક કરેલી ગાડીઓ તેમજ વૃક્ષો અને છોડના પાંદડા પર પડેલી ઝાકળની બૂંદ બરફમાં ફેરવાઈ જતાં અહીં આવેલા ટુરિસ્ટ પણ આશ્ચર્ય અનુભવી રહ્યા છે. આબુમાં છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાન માઈનસમાં નોંધાઈ રહ્યું છે. ટુરિસ્ટ પણ કાતિલ ઠંડી હોવા છતાં વહેલી સવારે ઉઠી ઠેરઠેર જામેલા બરફના વિડીયો તેમજ ફોટો લઈ રહ્યા છે. આ હિલ સ્ટેશનમાં આગામી દિવસોમાં પણ ઠંડીનો કહેર યથાવત રહેવાની શકયતા છે.

(3:50 pm IST)