Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

આદિત્ય ઠાકરેનો ભાજપ ઉપર પ્રહાર

ભાજપને ઇર્ષા થાય છેઃ બરનોલની પણ સલાહ નહિ આપુ

મુંબઇ, તા.૨૮: શિવસેના નેતા અદિત્ય ઠાકરેએ એક સમયની પોતાની સાથી ભાજપ પર પ્રહાર કર્યા હતાં. આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે, વિપક્ષ શિવસેનાની ઈર્ષ્યા કરે છે કારણ કે જે પહેલા સત્ત્।ામાં હતાં આજે તે બહાર ફેંકાઈ ગયા છે. સત્ત્।ામાંથી બહાર થઈ જવાના કારણે તે વિપક્ષ દુખી છે અને હું તેમને કયારેય બરનોલ લગાવવાની સલાહ પણ નહીં આપુ.

મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેના દિકરા આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે, મહા વિકાસ અદ્યાડી રાજયના કલ્યાણ માટે કામ કરતી રહેશે અને અમે આ પ્રકારના ટ્રોલ્સ પર ધ્યાન નહીં આપીએ. અમને ટ્રોલ કરવા દો કારણ કે તે સત્તામાં નથી. તેઓ ટ્રોલિંગમાં જ વ્યસ્ત રહે. તેઓ અમને એ જગ્યાએથી ટ્રોલ કરી રહ્યાં છે જયાં તેમણે ઈન્ટરનેટ બંધ કર્યું નથી. સારું છે કે તેઓ પોતાના મોબાઈલ ફોનનો ઉપયોગ આ બધુ કરવામાં કરી રહ્યાં છે. હકીકતમાં તેઓ સત્તામાંથી બહાર છે એટલે અમારી ઈર્ષા કરે છે.

મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેને અંગે આપત્ત્િ।જનક સોશિયલ મીડિયા પોસ્ટ કરનારા વડાલાના એક વ્યકિતનું મુંડન કરાવી નાખવાના મામલે આદિત્યએ કહ્યું કે હું જાણું છું કે આ ટ્રોલર્સ ફકત શિવસેનાને ટ્રોલ જ નથી કરતા પરંતુ મહિલા અને મહિલા પત્રકારોને પણ ટ્રોલ કરે છે. સ્વાભાવિક છે કે જયારે કોઈ નારાજ થશે તો તે ટ્રોલિંગમાં વ્યસ્ત થઈ જશે. પરંતુ હું લોકોને આગ્રહ કરું છું કે તેઓ નારાજ ન થાય. હકીકતમાં સત્ત્।ામાંથી બહાર થવાના કારણે આ બધુ થઈ રહ્યું છે.

અત્રે જણાવવાનું કે આ આખો મામલો મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની એક ટ્વીટથી શરૂ થયો હતો. દેવેન્દ્ર ફડણવીસે પોતાની ટ્વીટમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની તેમના નિવેદન બદલ આકરી ટીકા કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે મારું નામ રાહુલ સાવરકર નહીં પરંતુ રાહુલ ગાંધી છે. ફડણવીસે કહ્યું હતું કે રાહુલ ગાંધી હિન્દુત્વના વિચારક વીર સાવરકરના પડછાયાને પણ સ્પર્શી શકે નહીં. પતિની ટિપ્પણી બાદ અમૃતા ફડણવીસે શિવસેના અધ્યક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે પોતાના નામની પાછળ ઠાકરે લગાવીને કોઈ ઠાકરે બની જતું નથી. તેમણે ટ્વીટ કરી કે બિલકુલ સાચું દેવેન્દ્ર ફડણવીસજી, પોતાના નામની પાછળ ફકત ઠાકરે ઉપનામ લગાવી લેવાથી કોઈ પણ ઠાકરે બની જતું નથી. તેમણે પરિવાર અને સત્ત્।ાની ચાહતથી ઉપર લોકો અને પાર્ટીના સભ્યોના સારા માટે સાચા, સિદ્ઘાંતિક અને ઈમાનદાર હોવાની જરૂર છે.

આ મામલે પલટવાર કરતા શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું હતું કે, ઠાકરે પોતાના નામ પર ખરા ઉતરી રહ્યાં હતાં પરંતુ વ્યવસાયે બેંકર અમૃતા ફડણવીસને આ વાત સમજમાં આવી નહીં. તેમણે કહ્યું હતું કે, આ અમે અમારા નામ પર ખરા ઉતરી રહ્યાં છીએ પણ હંમેશાની માફક અમે એ અહેવાલ ના જોયા, તેમણે વાયદા પુરા કર્યા અને પોતાના લોકોના કલ્યાણ માટે કામ કરવા, ખેડૂતોનું દેવુ માફ કરવા, ૧૦ રૂપિયામાં ભોજન જેવી મુળ પ્રતિબદ્ઘતાઓને પુરી કરવા માટે દરેક ક્ષેત્રમાં મુખ્યમંત્રી કાર્યાલય કામ કરી રહ્યું છે.

અમૃતા ફડણવીસે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ૨૪ ડિસેમ્બરે એક વીડિયો પોસ્ટ કર્યોજેમાં શિવસેના બેનર હેઠળ મહિલાઓ પોસ્ટરમાં અમૃતા ફડણવીસની તસવીરો પર ચપ્પલ વરસાવી રહી છે. જેમાં લખ્યું છે કે દેખાડો ચપ્પલ, ફેંકો ચપ્પલ, આ તો શોખ છે તમારો જૂનો, અમે તો એ વ્યકિત છીએ કે તડકામાં પણ નીખરી આવીશું.

(10:07 am IST)