Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

જિયોએ ચાઈના મોબાઈલને પાછળ છોડી દીધી

ચીનની કંપનીને પછાડી બની વિશ્વની સૌથી મોટી મોબાઈલ ઓપરેટર બની ગઈ જિયો

મુંબઇ, તા.૨૪: ભારતના દિગ્‍ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્‍સ જિયોએ ડેટા વપરાશના મામલે નવો રેકોર્ડ બનાવ્‍યો છે. ભારતીય ટેલિકોમ સેક્‍ટરમાં પોતાનું વર્ચસ્‍વ સ્‍થાપિત કર્યા બાદ રિલાયન્‍સ જિયોએ ડેટા ટ્રાફિકના મામલે ચાઈના મોબાઈલને પાછળ છોડી દીધી છે. રિલાયન્‍સ જિયો ડેટા ટ્રાફિકમાં વિશ્વની નંબર વન કંપની બની ગઈ છે. છેલ્લા ક્‍વાર્ટરમાં કુલ ડેટા ટ્રાફિક ૪૦.૯ એક્‍સાબાઈટ્‍સ નોંધાયો હતો. તે જ સમયે ચાઈના મોબાઈલ જે અત્‍યાર સુધી વિશ્વમાં ડેટા ટ્રાફિકમાં નંબર વન કંપની હતી, તે બીજા સ્‍થાને સરકી ગઈ છે. ક્‍વાર્ટરમાં તેના નેટવર્ક પર ડેટાનો વપરાશ ૪૦ એક્‍ઝાબાઈટ્‍સ કરતાં ઓછો રહ્યો હતો. ચીનની અન્‍ય કંપની ચાઈના ટેલિકોમ ડેટા વપરાશના મામલે ત્રીજા સ્‍થાને હતી જ્‍યારે ભારતની એરટેલ ચોથા સ્‍થાને હતી. વિશ્વભરની ટેલિકોમ કંપનીઓના ડેટા ટ્રાફિક અને ગ્રાહક આધાર પર નજર રાખનાર TAfficient એ પોતાના રિપોર્ટમાં આ માહિતી આપી છે.

5G સેવાઓ શરૂ થયા પછી રિલાયન્‍સ જિયોના ડેટા વપરાશમાં પાછલા વર્ષની સરખામણીમાં ૩૫.૨ ટકાનો ઉછાળો જોવા મળ્‍યો હતો. આ ઉછાળાનું મુખ્‍ય કારણ Jioનું ટ્રુ 5G નેટવર્ક અને Jio Air Fiberનું વિસ્‍તરણ છે. Jio નેટવર્ક રિલાયન્‍સ જિયોના ત્રિમાસિક પરિણામો અનુસાર Jio True 5G નેટવર્કમાં ૧૦૮ મિલિયન ગ્રાહકો ઉમેરાયા છે અને Jioના કુલ ડેટા ટ્રાફિકના લગભગ ૨૮ ટકા હવે 5G નેટવર્કથી આવી રહ્યા છે. બીજી તરફ Jio Air Fiberએ પણ દેશભરના ૫,૯૦૦ શહેરોમાં તેની સેવાઓ શરૂ કરી છે. રિલયાન્‍સના ગ્રાહકોની સંખ્‍યામાં સતત વધારો થઈ રહ્યો છે.

કંપની દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા ત્રિમાસિક પરિણામોમાં આપવામાં આવેલા ડેટા અનુસાર Jio નેટવર્ક પર ગ્રાહક દીઠ માસિક ડેટા વપરાશ વધીને ૨૮.૭ ઞ્‍ગ્‍ થઈ ગયો છે, જે ત્રણ વર્ષ પહેલાં માત્ર ૧૩.૩ GB હતો. અહીં તમને જણાવી દઈએ કે ૨૦૧૮માં ભારતમાં એક ક્‍વાર્ટરમાં કુલ મોબાઈલ ડેટા ટ્રાફિક માત્ર ૪.૫ એક્‍સાબાઈટ હતો

(4:20 pm IST)