Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ભલે 'દેશી' ઉચ્ચારણ કરે પણ નેશનલ એવરેજ કરતા વધુ ઇંગ્લિશ બોલે છે ગુજરાતીઓ

ગુજરાતીઓ માટે કહેવાય છે કે અહીં એક જ ભાષા બોલાય છે તે છે રૂપિયાની ભાષા, પણ હવે સાથે ઇંગ્લિશ પણ ગુજરાતીઓની ભાષા કહેવાય તો નવાઇ નહીં, ઉચ્ચારણ ભલે ગમે તેવું હોય પણ દેશમાં સૌથી વધુ ઇંગ્લિશ બોલતી પ્રજા હોય તો તે ગુજરાતી છે

નવીદિલ્હી, તા.૧૪: ગુજરાતીઓ માટે કહેવાય છે કે અહીં એક જ ભાષા બોલાય છે તે છે રુપિયાની ભાષા. પણ હવે સાથે સાથે ઈંગ્લિશ પણ ગુજરાતીઓની ભાષા કહેવાય તો નવાઈ નહીં. ઉચ્ચારણ ભલે ગમે તેવું હોય પણ દેશમાં સૌથી વધુ ઈંગ્લિશ બોલતી પ્રજા હોય તો તે ગુજરાતી છે. પછી ભલેને ‘snake’ નો ઉચ્ચાર ‘snack’ અને ‘hall’ નો ઉચ્ચાર ‘hole’ જેવો કરે. કદાચ એટલે જ જયારે ગ્લોબલ માર્કેટમાં જોબની વાત આવે ત્યારે ગુજરાતીઓનો નંબર છેલ્લે લાગે છે. પરંતુ ૨૦૧૧ની વસ્તીગણતરીના ડેટા મુજબ આ તમામ વસ્તુઓને જાકારો આપીને ગુજરાતમાં ઈંગ્લિશ બોલનારની સંખ્યા રાષ્ટ્રીય એવરેજ કરતા પણ કયાં વધારે છે.

આ ડેટા મુજબ ૭૬.૯ લાખ નાગરીકો જેમની માતૃભાષા ગુજરાતી છે તેઓ ઈંગ્લિશ બોલી શકે છે. આ સંખ્યાને રાજયની ૫.૫૪ કરોડની વસ્તી સામે ટકાવારીમાં જોવામાં આવે તો ૧૩.૮પ% લોકો ઈંગ્લિશ બોલે છે. જયારે નેશનલ એવરેજ માત્ર ૧૦.૬%ની છે. ગુજરાતમાં રહેતા કુલ છ કરોડ લોકોમાંથી અન્ય ભાષી વ્યકિતઓમાં પણ ૧૨.૪૩% લોકો ઈંગ્લિશ બોલે છે. જયારે ૪૨૨૪ લોકો તો ઈંગ્લિશને જ તેની માતૃભાષાની જેમ બોલે છે. જયારે ૧૦.૧૮ લાખ લોકો એવા છે જે ઈંગ્લિશને તેમની પ્રથમ સહાયક ભાષા તરીકે બોલે છે. તો સૌથી વધુ ૬૪.૯૩ લાખ લોકો ઈંગ્લિશને તેમની દ્વિતીય સહાયક ભાષા તરીકે બોલે છે.

દેશમાં ઈન્ટરનેશનલ ભાષા બોલવાની બાબતે અન્ય હિંદી ભાષી રાજયો કરતા ગુજરાતીઓની પકડ વધુ મજબૂત બની છે. જેમ કે બિહારની કુલ ૧૦ કરોડની વસ્તીમાં માત્ર ૨.૭% લોકો ઈંગ્લિશ બોલે છે તો છત્ત્િ।સગઢમાં ૨.૨૮% અને ઉત્ત્।ર પ્રદેશમાં ૬.૪%, જયારે ઝારખંડમાં ૫.૪૩% અને રાજસ્થાનમાં ૪.૫૬% ટકા લોકો જ ઈંગ્લિશ બોલી શકે છે. જોકે અન્ય કેટલાક રાજયો છે જેમાં આપણા કરતા વધારે ઈંગ્લિશ બોલવામાં આવે છે. જેમ કે દિલ્હીમાં(૩૧.૭%) પંજાબમાં(૩૦%), કેરળમાં(૨૦.૧૪%), તામિલનાડુમાં(૧૮. ૪૮%), જમ્મુ-કશ્મીરમાં(૧૫%) અમને મહારાષ્ટ્રમાં(૧૪.૩%) લોકો ઈંગ્લિશ બોલે છે. દેશમાં હિન્દી અને બંગાળી લોકો સૌથી ઓછા અન્ય ભાષાના જાણકાર હોય છે.

(12:03 pm IST)