Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

દેશના ૭૫ રેલવે સ્ટેશન્સ પર ફરકાવાશે ૧૦૦ ફૂટ ઊંચો તિરંગો

ડિસેમ્બરના અંત સુધી પુરૃં કરી લેવાશે કામ : મુંબઇના સાત ટર્મિનસ પર લાગશે તિરંગો

મુંબઈ તા. ૧૪ : ભારતીય રેલવેએ દેશના સૌથી વ્યસ્ત ૭૫ રેલવે સ્ટેશન્સ પર ૧૦૦ ફૂટ ઊંચો તિરંગો લગાવવાનો નિર્ણય કર્યો છે. આ સંબંધે રેલવે બોર્ડે ૨૨ ઓકટોબરના રોજ આદેશ રજૂ કર્યો હતો, જેને બધા ઝોનલ રેલવેને મોકલી દેવાયો છે. આદેશ અનુસાર, સંબંધિત વિભાગમાં આગામી મહીના અંત સુધી તિરંગો લગાવવાની પ્રક્રિયા પૂરી કરે.

રેલવે બોર્ડના એકિઝકયૂટિવ ડિરેકટર વિવેક સકસેના દ્વારા રજૂ કરવામાં આવેલા આદેશમાં લખ્યું છે કે, 'બોર્ડે નિર્ણય લીધો છે કે, દેશના તમામ A1 કલાસના રેલવે સ્ટેશનો પર ૧૦૦ ફૂટ ઊંચો તિરંગો ઝંડો લગાવવામાં આવશે. આ કામને ડિસેમ્બર ૨૦૧૮ સુધી પૂરી કરી લેવાનું છે.' મુંબઈમાં સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેના બે ઝોન પડે છે અને અહીં A1 કલાસના સાત સ્ટેશન છે.

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, લોકમાન તિલક ટર્મિનસ, દાદર, થાણે, કલ્યાણ, મુંબઈ સેન્ટ્રલ અને બ્રાન્દ્ર ટર્મિનસ છે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, 'ઝંડાને સ્ટેશનના યોગ્ય સ્થાને લગાવવામાં આવશે. સાથે જ ઝંડા માટે ફોકસ્ડ લાઈટ્સ પણ લગાવવામાં આવશે. ઝંડાની સુરક્ષાનું કામ રેલવે સુરક્ષા બળ (RPF)ની જવાબદારી રહેશે.'

સેન્ટ્રલ રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ઝંડો લગાવવાના સંબંધમાં નોટિફિકેશન મળી ચૂકયું છે, વેસ્ટર્ન રેલવેના મુખ્ય પ્રવકતા રવીન્દ્ર ભાકર કહે છે, 'રેલવે બોર્ડના આદેશનું પાલન કરવામાં માટે અમારી ટીમ પોતાનું બેસ્ટ આપશે અને સમય મર્યાદાની અંદર કામ પૂરું લેશે.'

(10:52 am IST)