Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ભારતમાં આવી છે આર્થિક ક્રાંતિઃ ડીઝીટલ ટ્રાન્‍ઝેકશનથી બચાવ્‍યા હજારો કરોડ રૂપિયા

સિંગાપોરના ફીનટેક ફેસ્‍ટીવલમાં સંબોધન કરતા વડાપ્રધાન મોદીઃ ભારતમાં પરિવર્તનનો પવન ફુંકાયોઃ પોસ્‍ટ ઓફિસ બની બેંકઃ ગવર્નન્‍સમાં ટેકનોલોજીનું આગમન : છેલ્લા ૧૨ મહિનામાં ડીઝીટલ પેમેન્‍ટ ૧૦૦ ટકા વધ્‍યું: ભારતમાં ઈન્‍ટરનેટનો ઉપયોગ સૌથી વધુઃ સૌથી વધુ લોકોના હાથમાં મોબાઈલ ફોનઃ ગરીબી દૂર કરવા અને વિકાસને અમે આપ્‍યું પ્રાધાન્‍ય

સિંગાપોર, તા. ૧૪ : વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ જણાવ્‍યુ છે કે ભારતમાં આવી છે આર્થિક ક્રાંતિ. આજે પોસ્‍ટ ઓફિસ બની છે બેંક, છેલ્લા ૧૨ મહિનામાં ડીઝીટલ પેમેન્‍ટ ૧૦૦ ટકા વધ્‍યુ છે. જેને કારણે હજારો કરોડ રૂપિયાની બચત થઈ છે. વડાપ્રધાને ફીનટેક ફેસ્‍ટીવલમાં આપેલા પ્રવચનમાં આ મુજબ જણાવ્‍યુ હતું.

તેમણે જણાવ્‍યુ હતુ કે, ભારતના યુવાનોએ આજે દુનિયાને પોતાની ટેકનોલોજી શકિત બતાડી છે. આ ઈવેન્‍ટ એ જ શકિતને દેખાડે છે. હું મારા દેશનો પહેલો વડાપ્રધાન છું જેને અહીં પ્રવચન આપવાની તક મળી છે. તેમણે કહ્યુ હતુ કે, આજે દુનિયા ટેકનોલોજી દ્વારા ખૂબ ઝડપથી બદલાય રહી છે. આજે સરકાર ચલાવવાની પદ્ધતિ પણ બદલાય છે. ગવર્નન્‍સમા ટેકનોલોજીનું મહત્‍વ વધ્‍યુ છે. અમે ગણતરીના મહિનાઓમાં જ કરોડો લોકોને બેંક સાથે જોડયા અને તેના બેંક ખાતા ખોલાવ્‍યા. આજે અમારી પાસે ૧૦૦ કરોડથી વધુ લોકોની બાયોમેટ્રીક ઓળખ છે જેને અમે આધાર કહીએ છીએ. અમારા દેશમાં આજે આર્થિક ક્રાંતિ આવી છે. અમારે ત્‍યાં ૧૦૦ કરોડથી વધુ ફોન લોકોના હાથમાં છે.

વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે, ડીઝીટલની મદદથી જ અમે હજારો કરોડ રૂપિયા બચાવ્‍યા છે. જે પહેલા લીકેજમાં બરબાદ થતા હતા. આયુષ્‍યમાન ભારતની યોજના દ્વારા ૫૦ કરોડ લોકોને મફતમાં મેડીકલ સુવિધા મળશે. મુદ્રા યોજનાના લીધે આજે કરોડો લોકોએ પોતાનો બીઝનેશ શરૂ કર્યો છે. અમે સૌથી વધુ લોન મહિલાઓને આપી છે. આજે ભારતમાં પોસ્‍ટ ઓફિસ બેંક બની છે.

મોદીએ કહ્યુ હતુ કે હવે ૫૯ મીનીટમાં ૧ કરોડ રૂપિયાની લોન મળી જાય છે. અમારે હજુ પણ કરોડો લોકોને બેંકીંગ વ્‍યવસ્‍થામાં સામેલ કરવાના છે. ભારતમાં ઈન્‍ટરનેટનો ઉપયોગ સૌથી વધુ છે. ભારતનો ઘણો વિકાસ થયો છે પરંતુ હજુ પણ ઘણો બાકી છે. અમે વિકાસ અને ગરીબો માટે જ સરકારમાં આવ્‍યા છીએ. જનધન યોજનાથી દરેક વ્‍યકિત બેંક સાથે જોડાઈ. આધાર અને જનધનથી લોકોને ખૂબ ફાયદો થયો. અમે સામાન્‍ય જીંદગીને બદલવાવાળા છીએ. હું તમામ ફીનટેક કંપનીઓ અને સ્‍ટાર્ટઅપ્‍સને કહેવા માગુ છું કે ભારતમાં તમારા માટે ઘણી તકો છે.

(10:22 am IST)