Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ચીને પાકિસ્તાનનું ગળુ દાબ્યું

હાફિઝને પાકિસ્તાનમાંથી હાંકી કાઢવા ચીનની સૂચના

નવી દિલ્હી, તા. ર૦ : ૯/૧૧ની ઘટના પછી દુનિયાભરમાં દેકારો થયો તો દુનિયાને છેતરવા માટે પોતાના સંગઠન લશ્કર-એ-તૈયબાનું નામ બદલાવીને નામ રાખ્યું જમાત-ઉદ-દાવા, ત્યાર પછી મુંબઇમાં ર૬/!૧ પછી ફરીથી એજ રમત રમીને જમાત ઉદ-દાવાનું નામ બદલીને નામ રાખ્યું તહરીક-એ-હુરમત-એ-રસુલ પછી તેના પર પણ પ્રતિબંધ લાગ્યો તો એક નવો રાજકીય પક્ષ ઉભો કર્યો, નામ રાખ્યું મિલ્લી મુસ્લિમ લીગ સપનું હતું. સામાન્ય ચૂંટણીમાં જીતીને પાકિસ્તાનના વડાપ્રધાન બનવાનું પણ હવે લશ્કરના ચીફ હાફીઝ સઇદના ચહેરા પરથી નકાબ હટી ગયો છે.

પહેલા અમેરિકાએ કહ્યું ખુદ 'હાફીઝ' હવે ચીને કહ્યું કે ગુડબાય 'મૌલાના' હવે પાકિસ્તાને પણ હાફીઝ સઇદને ખુદા હાફીઝ કહેવાનો સમય આવી ગયો છે. કેમ કે પાકિસ્તાનના સૌથી મોટા મિત્ર ચીને પણ પાક વડાપ્રધાનને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે આ મુસીબતને દેશ નિકાલ કરોડ નહીંતર બહુ પસ્તાશો કારણ કે આ આંતરરાષ્ટ્રીય આતંકવાદીને ગીરફતાર કર્યા વગર દેશમાં રાખવાથી પાકિસ્તાન એવી મુસીબતમાં પડશે કે ઇચ્છવા છતા પણ ચીન તેની કોઇ મદદ નહીં કરી શકે.

ચીનના રાષ્ટ્રપતિ જીનપિંગે સલાહ આપી છે કે હાફીઝ સઇદના લીધે થઇ રહેલી ખરાબ તસ્વીરને ધ્યાનમાં રાખીને તેને દેશમાંથી કાઢી મૂકીને આ મુસીબતમાંથી છુટકારો મેળવી લેવો જોઇએ. ચીનમાં રાષ્ટ્રપતિ જીંગપિંગ અને પાકિસ્તાની વડાપ્રધાન ખક્કાન વચ્ચે થયેલ ૩પ મીનીટની મુલાકાતમાં ભારત અને ઇન્ટરનેશનલ એજન્સીઓનું દબાણ જોતા ચીની રાષ્ટ્રપતિએ ૧૦ મીનીટ સુધી હાફીઝ સઇદ પર ચર્ચા કરી હતી. જીંગપિંગે પાકિસ્તાનને સઇદને દૂર કરવા અથવા પરિણામ ભોગવવાની સલાહ આપી.

અબ્બાસીના એક અંગત સુત્ર અનુસાર જીંગપિંગે કહ્યું કે કંઇક એવો રસ્તો શોધો જેથી હાફીઝ સઇદને ચર્ચાથી દૂર રાખી શકાય અને જયાં સુધી બીજો કોઇ રસ્તો ન મળે, ઇદને કોક પશ્ચિમ એશિયાઇ દેશમાં આરામથી જીવવા માટે મોકલી આપો, કારણ કે મુંબઇ હુમલા પછી તે ભારત અને વૈશ્વિક એજનસીઓના નિશાન પર છે ખબર અનુસાર ચીની રાષ્ટ્રપતિ સાથે વાતચીત પછી અબ્બાસીએ આ મામલે સરકારની કાનૂની ટીમની સલાહ માગી છે જોકે હજી સુધી હાફીઝ અંગે કોઇ નિર્ણય નથી લેવાયો. (૮.૧૬)

(4:15 pm IST)