Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

મદદ કરવાને બહાને ૧૧ શખ્સોએ બે સગીર બહેનો પર ગુજાર્યો સામુહિક બળાત્કાર

બધા જ આરોપીઓની ધરપકડ કરવામાં આવી

ઝારખંડ, તા.૨૦: ઝારખંડનાં લોહરદગામાં બે સગીર બહેનો સાથે ગેંગરેપની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પીડિત બહેનો ૧૬ ઓગસ્ટની મોડી સાંજે એક જાણીતી વ્યકિત સાથે બાઇક પર બેસીને ઘરે પરત ફરી રહી હતી, ત્યારે ભોકતા બાગ સબ-વે પૂલ પર પાણી ભરાયા હોવાને કારણે બાઇક ફસાઇ ગયી હતી. જયારે બાઇક બંધ પડી ગઇ ત્યારે બહેનોએ બીજી એક જાણીતી વ્યકિતને ફોન કર્યો હતો. ત્યારે તે વ્યકિતએ ૧૧ છોકરાઓને મદદ કરવા માટે પૂલ પર મોકલ્યા હતા.

મદદ કરવાના બહાને તમામ ૧૧ શખ્સો સૂમસામ સ્થળે લઇ ગયા હતા અને ત્યા બંને સગીર સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. બધા જ આરોપીઓની વય ૧૮ થી ૨૫ વર્ષ સુધી છે. પોલીસે જણાવ્યું કે, બળાત્કારની ફરિયાદ નોંધીને બધા જ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, ધરપકડ કરાયેલા આરોપીઓમાં અમિત બડા, કિશોર પ્રવેશ ખાખા, સોહન બાડા, ડબ્લુ. ઉરાંવ, છોટુ ઉરાંવ, પ્રદીપ ઉરાંવ, રોશન બાડા, ભોલા ખાખા, અજય ઉરાંવ, નરેન્દ્ર કુઝુર અને ચંદા ઉરાંવનો સમાવેશ થાય છે. ડીએસપી કુમાર મહલીએ જણાવ્યું કે, પોલીસે બધા જ ૧૧ ઓરોપીઓની ધરપકડ કરી છે, અને આરોપીઓએ પણ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે.

(3:52 pm IST)