Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

આતંકવાદને લોખંડી હાથે કચડી નાખશું

પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઇમરાન ખાનની મોટી - મોટી વાતો : પાડોશી દેશો સાથેના સંબંધો સુધારવા માટે કરી વાત

ઇસ્લામાબાદ તા. ૨૦ : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું છે કે પાકિસ્તાન પાડોશી દેશોની સાથે સંબંધ સુધારવા માંગે છે. તેમણે કહ્યું કે મેં પાકિસ્તાનના પાડોશીઓ સાથેના સંબંધો સુધારવા માટે વાત કરી છે. જરૂર શાંતિની છે, તેના વગર અમે પાકિસ્તાનની સ્થિતિ સુધારી શકીશું નહીં. ખાન એ રવિવારના રોજ વડાપ્રધાન તરીકે રાષ્ટ્રના નામ પર પોતાના પહેલાં ભાષણમાં આ વાત કહી હતી. આ ભાષણમાં તેમણે પાકિસ્તાનની હાલની આર્થિક સ્થિતિ માટે અગાઉની પીએમએલ-એન સરકાર પર પ્રહારો કર્યા હતા.

ખાને કહ્યું કે દેશમાં છેલ્લાં ૧૦ વર્ષમાં આર્થિક સ્થિતિ નબળી થઇ તેટલી ઇતિહાસમાં કયારેય થઇ નથી. દેશ પર દેવું વધને ૨૮૦૦૦ અબજ રૂપિયા થઇ ગયું છે. પોતાના સંબોધનમાં ખાને પાકિસ્તાન સામેના આર્થિક પડકારો અંગેની વાત કરી હતી. ખાને નવી લોન લેવાની જગ્યાએ તેના સુધારા પર કામ કરવાની અને ભ્રષ્ટાચાર ખત્મ કરવા પર જોર આપ્યું.

ઇમરાન ખાને ન્યાયપાલિકા, શિક્ષણ અને સ્વાસ્થ્ય દેખભાળની કાયાકલ્પ કરવાની, સિવિલ સર્વિસીસમાં સુધારો, યુવાનો માટે રોજગારની તકો ઉભી કરવાની અને જળ સંકટ ખત્મ કરવા માટે ડેમ બનાવાની પણ વાત કહી. ખાને કહ્યું કે આપણે આપણા દેવા પર જે વ્યાજ ચૂકવવાનું છે તે એ હદ પર પહોંચી ગયું છે કે આપણે આપણી દેવાદારી ચૂકવવા માટે વધુ લોન લેવી પડશે. તેણે કહ્યું કે દેશનું દેવું ખૂબ જ વધી ગયું છે અને બીજીબાજુ આપણો માનવ વિકાસ ઇન્ડેકસ ખૂબ જ ખરાબ છે.(૨૧.૧૧)

(11:36 am IST)