Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

કેરળમાં પુરથી બેંકો, NBFC અને ટાયર કંપીનીઓને ભારે નુકસાન

ફાઇનાન્સ સેકટરમાં ફેડરલ બેંક, સાઉથ ઇન્ડીયન બેંક, મુથુટ કેપીટલ સર્વીસીઝ અને મણપ્પુરમ ફાઇનાન્સના કારોબારમાં ઘટાડો

મુંબઇ તા.૨૦: કેરળમાં જે કંપનીઓનો મોટો કારાબાર છે,તેના ઇન્વેસ્ટરોની ચિંતામાં વધારો થયો છે. કેરળમાં છેલ્લી સદીના સૌથી ભયાનક પુરે ભીષણ તબાહી મચાવી છે. સૌથી વધુ નુકસાન બેંકો,નોન બેંકીંગ ફાઇનાન્સ અને ટાયર કંપનીઓને થયું છે ફાઇનાન્સ સેકટરમાં ફેડરલ બેંક, સાઉથ ઇન્ડીયન બેંક, મુથુટ કેપીટલ સર્વિસીઝ અને મણપ્પુરમ ફાઇનાન્સને સૌથી વધુ નુકસાન થયું છે. ટાયર કંપનીઓને મોટું નુકસાન થવા શકયતા છે કેમકે આ કંપનીઓ અહીંથી મોટા પાયે રબ્બર ખરીદે છે. પુરના લીધે રબ્બરનું ઉત્પાદન ઘટી શકે છે જેના લીધે તેના ભાવો વધશે. જેના લીધે ટાયર કંપનીઓના માર્જીન પર નેગેટીલ અસર થશે. ટાયર કંપનીઓએ ઇમ્પોર્ટેડ રબ્બર પર આધાર રાખવો પડશે અને તેના ભાવ ડોમેસ્ટીક રબ્બરથી વધારે હોય છે.

મસાલા બજારમાં  પણ ભાવો વધશે

કેરળમાં આવેલા ભયાનક પુરના કારણે મોટા પાયે પાકોનું નુકસાન અને જમીન ધોવાણ ના કારણે વાવણી પણ પ્રભાવિત થવાની આશંકાના લીધે મસાલા બજારમાં તેજી શરૂ થઇ ગઇ છે. મસાલા હબ તરીકે પ્રખ્યાત ખારી બાવલીમાં મરી,એલચી,સુંઠ,જાયફળ અને જાવિત્રીના ભાવો છેલ્લા છોડા દિવસોમાં ૨૦ ટકા વધી ગયા છે. વેપારીઓનું કહેવું છે કે અત્યારે પુરતો સ્ટોક હોવા છતા આગામી ઉપજ ઘટવાની શંકાએ ભાવો વધી રહ્યા છે. જો પરિસ્થિતી આવીજ રહેશે તો ભાવો ૫૦ ટકા સુધી વધવાની શકયતા છે. ખારી બાવલીમાં ખેડૂત સમિતિના પ્રમુખ વિજયકુમાર ગુપ્તાએ કહ્યું કે દિલ્હીમાં મરી, એલચી, સુંઠ, જાયફળ અને જાવંત્રીનું બજાર સંપુર્ણ રીતે કેરળ પર આધારિત છે. પુરના લીધે સપ્લાયમાં ઘટાડો થવાથી કિંમતો સતત વધી રહી છે. પુરની સ્થિતી શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં ૨૦ ટકા ભાવ વધારો થયો છે. મરીનું ઉત્પાદન કેરળના ઇડુક્કીમાં થાય છે જે અત્યારે પુર પ્રભાવિત વિસ્તારમાં આવે છે.(૫.૧૫)

(11:34 am IST)