Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

કોંગ્રેસને લાગશે મોટો ઝટકો : જ્યોતિરાદિત્ય સિંધિયા નવી પાર્ટી બનાવશે :ધારાસભ્યએ આપ્યો સંકેત

મધ્યપ્રદેશમાં મોટી રાજકીય ઉલટફેરના એંધાણ થવાનો સુરેશ રથખેડાનો દાવો

ભોપાલ : મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ માટે મુશ્કેલ પરિસ્થિતિ ઉભિ થઇ શકે છે. મધ્ય પ્રદેશમાં પાર્ટીના મોટા નેતાઓ અલગ થઇ શકે છે.મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના નેતા અને પાર્ટીનો ચહેરો જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસથી અલગ થઇ શકે છે.

કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા તેમની નવી પાર્ટી બનાવી શકે છે. આ સંકેત તેમના સાથી ધારાસભ્ય દ્વારા આપવામાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અને સિંધિયાના સમર્થક સુરેશ રથખેડાએ દાવો કર્યો છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા તેમની નવી પાર્ટી બનાવી શકે છે. સુરેશ રથખેડા કહે છે કે પહેલા મને નથી લાગતું કે મહારાજ સાહેબ કોંગ્રેસ છોડશે

 .  જ્યોતિરાદિત્ય સિંધિયાને પાર્ટીના નેતા ખૂબ પસંદ કરે છે. ધારાસભ્ય રથખેડાએ કહ્યું કે અમને લાગી રહ્યું છેકે તેઓ કોંગ્રેસ છોડશે. પરંતુ તે પણ છે કે તે કોઈ અન્ય પાર્ટીમાં જોડાશે નહીં.

  તેમણે કહ્યું હતું કે તેઓ પોતાની પાર્ટી બનાવી શકે છે, મધ્યપ્રદેશમાં તેઓ લોકપ્રિય છે. ધારાસભ્ય રથખેડાએ જણાવ્યું હતું કે જો તેઓ નવો પક્ષ રચે છે તો હું પહેલા જોડાઈશ. તેમણે કહ્યું કે પાર્ટી સર્વોચ્ચ છે, પરંતુ મારા માટે સિંધિયા સાહેબ પહેલા આવે છે. તેમણે કહ્યું કે આજે જે પણ હુ બન્યો છુ તેના માટે હું તેમનો આભારી છું

 અત્રે ઉલેલ્ખનીય છે કે સિંધિયાએ થોડા દિવસો પહેલા પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમનુ સ્ટેટસ બદલી નાખ્યું છે. જો આ દાવો સાચો સાબિત થાય છે, તો કોંગ્રેસને મધ્ય પ્રદેશમાં મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. તે જ સમયે, તેની રાષ્ટ્રીય રાજકારણ પર અસર પણ નિશ્ચિત છે.

(1:26 pm IST)