Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

ભારતની સ્ટીલ ઇન્ડસ્ટ્રી દુનિયાની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક ઇન્ડસ્ટ્રી બની ગઇ: વિકાસની અનેક સંભાવના: પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યુ -જ્યારે દેશમાં સ્ટીલ સેક્ટર મજબૂત થાય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર મજબૂત થાય : સ્ટીલ સેક્ટરનો વિસ્તાર થાય તો રોડ, રેલ્વે, એરપોર્ટ, પોર્ટનો વિસ્તાર થાય

નવી દિલ્હી :વડાપ્રધાન મોદીએ હજીરામાં 60 હજાર કરોડ રૂપિયાના ખર્ચે અર્સેલર મિત્તલ નિપ્પન સ્ટીલ ઇન્ડિયાની વિસ્તાર પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે પીએમ મોદીએ જનતાને શુભકામના પાઠવતા કહ્યુ કે આ સ્ટીલ પ્લાન્ટના વિસ્તારથી ઇનવેસ્ટમેન્ટ આવશે અને ભવિષ્ય માટે નવી સંભાવનાના દ્વાર પણ ખુલશે.

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે 60 હજાર કરોડ રૂપિયા કરતા વધુનું રોકાણ ગુજરાત અને દેશના યુવાઓ માટે રોજગારની અનેક તક લઇને આવશે. આજે દુનિયા આપણી તરફ ઘણી આશાથી જોઇ રહી છે. ભારત વિશ્વનું મોટુ મેન્યુફેક્ચરિંગ હબ બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યુ છે. સરકાર આ સેક્ટરના વિકાસ માટે જરૂરી પૉલિસી એનવાયરમેન્ટ બનાવવામાં તત્પરતાથી જોડાયેલી છે.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે જ્યારે દેશમાં સ્ટીલ સેક્ટર મજબૂત થાય છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર મજબૂત થાય છે. જ્યારે સ્ટીલ સેક્ટરનો વિસ્તાર થાય છે તો રોડ, રેલ્વે, એરપોર્ટ, પોર્ટનો વિસ્તાર થાય છે. છેલ્લા આઠ વર્ષમાં તમામ પ્રયાસોને કારણે ભારતની સ્ટીલ ઇન્ડસ્ટ્રી દુનિયાની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક ઇન્ડસ્ટ્રી બની ગઇ છે. આ ઇન્ડસ્ટ્રીમાં વિકાસની અનેક સંભાવના છે.

સાથે જ પીએમ મોદીએ કહ્યુ કે પહેલા આપણે એરક્રાફ્ટ કરિયરમાં ઉપયોગ થતા સ્ટીલ માટે વિદેશો પર નિર્ભર હતા, તેમણે કહ્યુ કે દેશમાં સર્કુલર અર્થવ્યવસ્થા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. સાથે જ સ્ટીલ ઉદ્યોગને નવી ઉંચાઇઓ પર લઇ જવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. આ પ્લાન્ટ દ્વારા આપણી વિદેશો પર નિર્ભરતા ઘણી હદ સુધી ઓછી થઇ જશે. કંપનીના અધિકારીઓ અનુસાર, અર્સેલર મિત્તલ અને નિપ્પન સ્ટીલના સંયુક્ત ઉપક્રમે હજીરા પ્લાન્ટની ક્રૂડ સ્ટીલ ક્ષમતા વાર્ષિક 9 મિલિયન ટનથી વધીને વાર્ષિક 15 મિલિયન ટન થશે. કંપનીએ આ માટે પહેલાથી જ પર્યાવરણીય મંજૂરી લીધી છે

(8:31 pm IST)